તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th January 2025
સુરેન્દ્રનગર જિલ્લામાં ૬૦ થી વધુ લોકોના ઉતરાણ નિમિત્તે ગળા કપાયા-ઓડુ ગામના અગરિયાનું મોત
૧૪૦ દર્દીઓ હોસ્પિટલમાં: પતંગ ચગાવવા મુદ્દે ચુડામાં રામગઢ ગામે પથ્થરમારાની ઘટનાઃ અસંખ્ય પક્ષીઓ પણ ચાઈનીઝ દોરી થી ઘવાઈ મોતને ભેટયા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧પ :.. પાટડી તાલુકાના ઓડુ ગામે ગળામાં પતંગની દોરી ભરાતા ૩૬ વર્ષના ઇશ્વર ઠાકોર નામના યુવકનું મોત થયું છે.યુવકના મળતદેહ ને પીએમ માટે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો. સુરેન્દ્રનગરમાં પક્ષીઓના મોત બાદ હવે યુવકનો પણ ઘાતક દોરીએ જીવ લઈ લીધો. પરિવારમાં પણ શોકનો માહોલ ફેલાયો છે.ઘટનાને લઇ પોલીસ તેમજ તંત્ર ત્યાં દોડી ગયું.રોડ ઉપર લટકતી દોરીઓ સુરેન્દ્રનગર જિલ્લામાં ઘાતક સાબિત થઈ રહી છે યુવક પોતે મીઠું પકવવા રણમાં જતો હતો તે દરમિયાન આ પ્રકારની ઘટના બની હોવાનું હાલ સામે આવી રહ્યું છે.
ચુડા તાલુકાના રામદેવગઢ ગામે સામાન્ય બાબતે મારામારી અને પથ્થર મારાની ઘટના બની છે જેમાં પિતા પુત્રને ગંભીરી ઇજાઓ પહોંચી છે તું ધાબે કેમ તેમના પતંગ ચગાવવા જાય છે તેમ કહી અને પથ્થરમારો કરવામાં આવ્યો છે જેમાં પિતા પુત્ર ગંભીર રીતે ઘવાયા છે આ મુદ્દે કેવું ભાઈ મીર બચુ મીર રવિ મીર રામજી મીર પિરામિડ અને સિંધા મીર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે પિતા પુત્રને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને આ મુદ્દે ચુડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને સીસીટીવી ફૂટેજ લઈ અને પોલીસ વિભાગ દ્વારા આ મુદ્દે વધુ તપાસ હાથ ધરવામાં આવ્યું છે.
બીજી તરફ મકરસંક્રાંતિના દિવસે સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થયો છે ત્યારે નાવિયાણી ગામ નજીક ટેલર ચાલકે ખેડૂતને અડફેટે લેતા ખેડૂતનું મોત નીપજવા પામ્યું છે.સુરેન્દ્રનગરના દશાડા - બેચરાજી હાઇવે પર હિટ એન્ડ રનની ઘટનામાં ખેડૂતનું મોત નવીયાણી નજીક બની ઘટના ખેડૂત ખેતર પર જઈ રહ્યા હતા તે દરમ્યાન પાછળ થી ટ્રેલરે હડફેટે લેતા ઘટના સ્થળે જ ખેડૂતનું મોત.અજમલ રૂપાભાઈ નામના ખેડૂતને ટ્રેલર ચાલકે લીધા હડફેટે.ઘટનાને લઈ મળતકનો મળતદેહ પી.એમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.અકસ્માત સર્જી ટ્રેલર ચાલક બન્યો ફરાર થયો છે. ખેડૂત પરિવારમાં શોક ફેલાયો છે.
સુરેન્દ્રનગર જિલ્લાની હોસ્પિટલોમાં ૧૪૦ થી વધુ લોકોએ ઘાતક દોરીથી ઇજાઓ પહોંચી હોવા મુદ્દે ની સારવાર લીધી છે તે પૈકી માત્ર સિવિલ હોસ્પિટલમાં ૬૦ જેટલા દર્દીઓએ ઇમરજન્સી સારવાર લીધી છે પરંતુ મોટી વાત એ છે કે ચાઈનીઝ અને કાચ વાળી દોરી ઉપર પ્રતિબંધ હતો તે છતાં પણ આવા પ્રકારની દોરીઓ નો ઉપયોગ કરવામાં આવ્યો છે તે પ્રાણ ઘાતક સાબિત થઈ છે
બીજી તરફ ચાયનીઝ દોરી અને કાચ વારી દોરી નો ઉપયોગ કરી લોકો પતંગ ઉડાવવામાં મશગુલ હતા જેને લઈને અનેક પશુ પક્ષીઓના મોત નીપજવા પામ્યા છે ત્યારે આ મુદ્દે હવે ગંભીરતા લઈ અને તંત્રએ પણ વિચારવું જોઈએ કારણ કે હાઇકોર્ટનો આદેશ હતો કે કાચ વાડી અને ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવો તે છતાં પણ સુરેન્દ્રનગર જિલ્લામાં આવા પતંગ અને દોરીનો ઉપયોગ થયો છે જેને લઇને આવા નિર્દોષ પક્ષીઓના મોત નીપજવા પામ્યા છે.
૧૦૮ ઇમર્જન્સી સેવાઓમાં પણ નોંધપાત્ર વધારો થયો છે દરરોજ કરતા ૨૦ ટકાકેસો છે તે વધ્યા છે સુરેન્દ્રનગરમાં જો કે ૧૦૮ ઇમરજન્સી સેવા દ્વારા ૨૧ જેટલી એમ્બ્યુલન્સ તેના રાખવામાં આવી હતી અને ખાસ કરીને ૮૦ થી વધુનું સ્ટાફ છે તે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો હતો આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લામાં ૧૦૮ ની જેટલી પણ એમ્બ્યુલન્સ આવેલી છે તેમાં પૂરતો દવાનો જથ્થો ઓક્સિજનની સુવિધા અને સ્ટાફ તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારે ૨૦ ટકા જેટલા ફોન ૧૦૮ ને વધુ આવ્યા છે ધાબેથી પડી જવાના દોરીથી ઇજાગ્રસ્ત થવાના અકસ્માતોના તેમજ અન્ય બનાવવામાં મારામારી જેવી ઘટના ના પણ ઇમર્જન્સી આવી ત્યારે મકરસંક્રાંતિના દિવસે સામાન્ય દિવસો કરતા ૨૦ ટકા વધુ ઇમર્જન્સી રહેતી હોવાનું પણ હાલ સામે આવી રહ્યું છે જોકે ૧૦૮ ની ટીમો દ્વારા તાત્કાલિક તમામને સારવાર મળી રહે તે પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે અને કોઈએ જીવ ન ગુમાવ્યા હોવાનો પણ સામે આવ્યું છે.
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
