તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th January 2025
સરધારમાં નર્સિંગનો અભ્યાસ પુરો કર્યા બાદ નોકરીની તૈયારી કરી રહેલી યુવતિનો આપઘાત
૨૪ વર્ષની સ્વાતિ પરમારે સંક્રાંતિને દિવસે જ ગળાફાંસો ખાઇ લીધોઃ કારણ ન ખુલતાં પોલીસ તપાસ યથાવત

રાજકોટ તા. ૧૪: સરધારમાં રહેતી અને નર્સિંગનો અભ્યાસ પુરો કર્યા બાદ નોકરીની તૈયારી કરી રહેલી યુવતિએ મકર સંક્રાંતિના દિવસે આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.
જાણવા મળ્યા મુજબ સરધારમાં સુકી સાજડીયાળી રોડ પર રહેતી સ્વાતિબેન હીરાભાઇ પરમાર (ઉ.વ.૨૪) નામની યુવતિએ છતના હુકમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં મોત થયું હતું. પિતા બહારથી ઘરે આવ્યા ત્યારે દિકરીને લટકતી જોતાં દેકારો મચાવી મુકતાં ઘરના બીજા સભ્યો, પડોશીઓ એકઠા થઇ ગયા હતાં. કોઇએ ૧૦૮ને જાણ કરતાં ટીમ પહોંચી હતી. ૧૦૮ના તબિબે સ્વાતિને નિષ્પ્રાણ જાહેર કરતાં આજીડેમ પોલીસને જાણ થતાં હેડકોનસ. હેમંતભાઇ સહિતે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ સ્વતી બે ભાઇની એકની એક વચેટ બહેન હતી. તે નર્સિંગનો અભ્યાસ પુર્ણ કર્યા બાદ નોકરી માટે પરિક્ષાની તૈયારી કરતી હતી. તેના પિતા ત્રંબા પીજીવીસીએલમાં નોકરી કરે છે. સ્વાતિએ કયા કારણોસર આ પગલુ ભર્યુ તે અંગે પરિવારજનો જાણતાં ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે.
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
