<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th January 2025

જુનાગઢથી સંક્રાંતિ કરવા વતન જીંજુડા જઇ રહેલા પ્રતિક પુરોહિતનું બાઇક સ્‍લીપ થતાં મોત

ત્રીસ વર્ષના યુવાને સારવાર દરમિયાન રાજકોટમાં દમ તોડયોઃ જુનાગઢ રહી કર્મકાંડ કરતો હતોઃ યુવાન દિકરો ગુમાવતાં પરિવારની તહેવારની ખુશી શોકમાં પરિણમી

રાજકોટ તા. ૧૫: જુનાગઢ અને મેંદરડા વચ્‍ચે બાઇક સ્‍લીપ થઇ જતાં ચાલક જીંજુડાના યુવાનનું ગંભીર ઇજા થતાં મોત થયું હતું. તે જુનાગઢથી સંક્રાતિ કરવા તેના વતન જીંજુડા જઇ રહ્યો હતો ત્‍યારે આ બનાવ બન્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ જીંજુડાનો વતની પ્રતિકભાઇ જીતેન્‍દ્રભાઇ પુરોહિત (ઉ.વ.૩૦) જુનાગઢ રહી કર્મકાંડ કરતો હતો. સંક્રાંતિ હોઇ તેના કારણે તે જીંજુડા પરિવારજનો પાસે જવા સવારે સાતેક વાગ્‍યે બાઇક લઇને નીકળ્‍યો ત્‍યારે જુનાગઢ મેંદરડા વચ્‍ચે મામા સાહેબના મંદિર પાસે પહોંચ્‍યો ત્‍યારે બાઇક સ્‍લીપ થઇ જતાં જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ ટુંકી સારવારને અંતે દમ તોડી દેતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

મૃત્‍યુ પામનાર પ્રતિકભાઇ બે ભાઇમાં મોટો અને અપરિણીત હતો. યુવાન દિકરાના મોતથી પરિવારની તહેવારની ખુશી શોકમાં પલ્‍ટાઇ ગઇ હતી. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અશ્વિનભાઇ રાઠોડ, ભાવેશભાઇ મકવાણા, તોૈફિકભાઇ જુણાચ,  ધર્મેન્‍દ્રભાઇ હુદડે મેંદરડા પોલીસને જાણ કરી હતી.

(10:50 AM IST)