<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th January 2025

“રણમાં ઉત્તરાયણ” સફેદ રણનો રંગીન નઝારો

પતંગોત્સવમાં દેશ-વિદેશના પતંગબાજોના અવનવા પતંગો આકર્ષણનું કેન્દ્ર : ૫૦થી વધુ કાઈટિસ્ટે અવનવી પતંગો સાથે કરી જમાવટ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૫ :  રાજ્યભરમાં ઉત્તરાયણ પર્વની ઉત્સાહપૂર્વક કરાયેલ ઉજવણી વચ્ચે કચ્છના સફેદ રણમાં આતરરાષ્ટ્રીય પતંગોત્સવે જમાવટ કરી હતી.

           ધોરડોમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં બેલારુસ, ભૂતાન, ઈન્ડોનેશિયા, ડેન્માર્ક, હંગેરી, માલ્ટા, સ્લોવેનિયા, તુર્કી, ટ્યૂનિશિયા દેશના આંતરરાષ્ટ્રીય કાઈટિસ્ટ તેમજ મહારાષ્ટ્ર, સિક્કીમ, વેસ્ટ બંગાળ રાજ્યોના કાઈટિસ્ટ અને કચ્છ જિલ્લાના કાઈટિસ્ટોએ અવનવી ડિઝાઇનની પતંગો સાથે સફેદ રણના આકાશમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું.

(9:40 AM IST)