<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th January 2025

મોરબી ગ્રાહક અદાલતે અપાવ્યો ન્યાય, ગ્રાહકને ૩૦ હજાર વ્યાજ સાથે ચુકવવા આદેશ.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીના વતની નિરાલીબેન રાહુલભાઈ ભાલોડીયાએ ઇન્ડિયા સેલ્ત્ર ફાઈનાન્સ કોર્પોરેશન કંપની તરફથી અન્યાય થતા જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા મારફત જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ અદાલતમાં કેસ કરતા કોર્ટે ગ્રાહકને ન્યાય અપાવી નિરાલીબેનને રૂ ૩૦ હજાર ૯ ટકા વ્યાજ સાથે અને ખર્ચના ૭૦૦૦ મળીને કુલ રૂ ૩૭,૦૦૦ ચુકવવા આદેશ કર્યો છે.

કેસની પ્રાપ્ત વિગતો મુજબ નિરાલીબેન મેહુલભાઈ ભાલોડીયા બંને પતિ પત્નીએ ઇન્ડિયા શેલ્ટર ફાઈનાન્સ કોર્પોરેશન કુ લી પાસેથી રૂ ૧૪.૫૦ લાખની લોન લીધી અને પર્તીમાસ રૂ ૧૯,૩૦૧ લેખે ૧૮૦ હપ્તાથી લોન ભરપાઈ કરી આપવામાં આવી હોવા છતાં ફાયનાન્સ કંપનીએ ગ્રાહક પાસેથી રૂ ૩૦ હજાર વધારે વસુલ કર્યા હતા અને ગ્રાહકે રકમ પરત માંગી તો પરત આપવાની ના પાડી હતી જેથી જીલ્લા ગ્રાહક સુરક્ષા અદાલતમાં કેસ કર્યો હતો જે કેસનો અદાલતે ધ્યાનપૂર્વક અભ્યાસ કરી નિરાલીબેન પાસેથી વધારાના વસુલ કરેલ રૂ ૩૦ હજાર તા. ૧૦-૦૯-૨૦૨૨ થી ૯ ટકા વ્યાજ સહીત તેમજ રૂપિયા ૭ હજાર અન્ય ખર્ચના મળીને કુલ રૂ ૩૭ હજાર ચુકવવા ફાયનાન્સ કંપનીને આદેશ કર્યો છે.

(1:02 AM IST)