<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th January 2025

મોરબી ઇન્ડિયન લિયો ક્લબ દ્વારા બાળકોને ગરમ ધાબડાનું વિતરણ.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : શિયાળાની હાડ થીજવતી ઠંડી સામે રક્ષણ મેળવવા મોરબી ઇન્ડિયન લીયો કલબના બાળકો દ્વારા ગરમ ધાબળાનું શ્રીહરી સ્કૂલ શેરી નંબર 12 લાતી પ્લોટ ખાતે વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રોજેક્ટને સફળ બનાવવા પ્રેસિડેન્ટ ઇન્ડિયન લિયો એંજલબા સહદેવસિંહ ઝાલા, શ્રેયા પંડિત, પાર્શ્વ દેસાઈ, નિત્યા ઘોડાસરા,સૌમ્ય લીખીયા એ જહેમત ઉઠાવી હતી. આ પ્રોજેક્ટના દાતા ઇન્ડિયન લીયો સેક્રેટરી શ્રેયા ઘોડાસરા તથા નિત્યા ઘોડાસરા રહ્યા હતા. બાળકો દ્વારા આવી સુંદર ઉપયોગી પ્રવૃત્તિ નું અનુદાન આપવા માટે શાળાના સંચાલક કેતનભાઇએ લિયો ક્લબ તેમજ લાયોનેસ ક્લબનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.



 

(1:00 AM IST)