<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th January 2025

મોરબીની મોચી શેરીમાં અગાઉના ઝધડાનો ખાર રાખી યુવાન સહિતના પર છરી વડે હુમલો.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીની મોચી શેરીમાં અગાઉના ઝધડાનો ખાર રાખીને યુવાન સહિતનાને ત્રણ શખ્સોએ માર મારી ઈજા કરી છરી વડે હુમલો કર્યો હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે
મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા પંકજભાઈ પાલાભાઇ રાઠોડ એ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી કિશન પટેલને પંકજભાઈ સાથે અગાઉ બોલાચાલી તથા માથાકૂટ થયેલ હોય જેનો ખાર રાખી મોચી શેરીમાંથી પંકજભાઈ તથા તેનો મિત્ર હાજીભાઈ માણેક  એમ બંને મોટર સાઈકલ લઈને નીકળતા આરોપી કિશન પટેલ એ તેના ઘર પાસે બેઠેલ હોય તેને પંકજ તથા સાહેદ હાજીને રોકીને તેની સાથે બોલાચાલી કરી ગાળો આપી જાહેરમાં જાતી પ્રત્યે અપમાનિત કરી આરોપી કૃણાલ પટેલે તથા તેના મિત્ર આરોપી મોઈન કુરેશી એ ઘરમાંથી બહાર આવી પંકજભાઈ પર હુમલો કરી માર મારી આરોપી કિશન પટેલે તેની પાસે રહેલ છરી વડે પંકજભાઈ પર હુમલો કરી ઈજા કરી હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે.

(12:53 AM IST)