તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 13th January 2025
ધ્રોલ : ઘેટા બકરાની ચોરીનો ભેદ ઉકેલાયો એક ને દબોચી લીધો : અન્ય ત્રણ સંડોવણી ખૂલી
પોતાના ત્રણ મિત્રો સાથે અલગ-અલગ ૧૪ ઘેટા બકરા ની ચોરી કરી હોવાનુ ખુલ્યું અને ગુનામાં ઉપયોગ મા લીધેલ અર્ટીગા કાર કબ્જે

( સંજય ડાંગર દ્વારા ) ધ્રોલ : ધ્રોલના લતીપર રોડ પર ૧૪ જેટલા ઘેટા બકરા જેની કિમત ૧,૧૮,૦૦૦ ફરીયાદ નોંધાઈ હતી, ધ્રોલ પોલીસે સી.સી.ટી.વી કેમેરા તથા ટેકનિકલ સોર્સની મદદથી ધ્રોલ પોલીસ કોસ્ટેબલ રાજેશભાઈ કે. મકવાણા તથા કલ્પેશભાઈ કામરીયા રઘુવીરસિંહ ચંદુભા જાડેજા તથા કરણભાઈ શિયાળ ને ખાનગી રીતે બાતમી મળતા ગુના નો આરોપી રાલેજ ગામના તા- ખંભાત જી- આણંદ હોવાની પોલીસ ને જાણ મળતા પોલીસ ટીમ સાથે રાલેજ ગામ ખાતે થી એક શંકાસ્પદ વ્યક્તિ મળી આવેલ હોય જેની આકરી ઢબે પૂછપરછ કરતા પોતાના ત્રણ મિત્રો સાથે અલગ-અલગ ૧૪ ઘેટા બકરા ની ચોરી કરી હોવાનુ ખુલ્યું અને ગુનામાં ઉપયોગ મા લીધેલ અર્ટીગા કાર કબ્જે કરી અને આરોપી સજીતભાઈ જેન્તીભાઈ સલાટ ને ધ્રોલ પોલીસે દબોચી લીધો અન્ય ત્રણ ની સંડોવણી ખૂલી પોલીસ ત્રણે ની શોધખોળ આદરી. છે
(10:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
