તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 13th January 2025
ધોરાજીમાં દબાણ હટાવ ઓપરેશન સતત ચાલૂ : વધુ ૨ કરોડની જમીન ખૂલ્લી કરાવાઇ

રાજકોટ તા.૧૩ : રાજકોટ કલેકટર ના માર્ગદર્શન હેઠળ ધોરાજી નગરપાલિકાના વિવિધ વિસ્તારોની આશરે રૂ. બે કરોડ, ચાલીસ લાખની કુલ ૧૬૦૦ ચો.વાર જમીન પરના દબાણો વહીવટી તંત્ર દ્વારા ધોરાજી નગરપાલિકા વિસ્તારમાં આવેલા પોસ્ટ ઓફિસ ચોકીથી ગેલેકસી ચોક તરફ જતા રસ્તાની આશરે ૪૫૦ ચો.વારની અંદાજીત કિંમત રૂ.૬૭ લાખની જમીન ઉપર ૧૨ આસામીઓના ગેરકાયદેસર રેકડીઓના દબાણ, ગેલેકસી ચોકથી રેલવે સ્ટેશન તરફ જતા રસ્તાની ૬૦૦ ચો.વારની અંદાજીત કિંમત રૂ.૯૦ લાખ ની જમીન ઉપર ૧૪ આસામીઓના ગેરકાયદેસર કરાયેલા રેકડીઓના દબાણ, લાલા લજપતરાય ચોક પરની ૨૫૦ ચો.વારની અંદાજીત કિંમત રૂ.૩૭ લાખ ની જમીન ઉપર ચાર આસામીઓના ગેરકાયદેસર રેકડીઓના દબાણ અને નાગરિક બેંકથી જુનાગઢ રોડ સ્વામીનારાયણ મંદિર તરફ જવાના રસ્તાની આશરે ૩૫૦ ચો.વારની અંદાજીત કિંમત રૂ.૪૫ લાખ ની જમીન ઉપર છ આસામીઓએ ગેરકાયદેસર રેકડીઓના દબાણ વહીવટી તંત્ર દ્વારા દુર કરાયા હતા.
આ દબાણો દુર કરવા ધોરાજીના પ્રાંત અધિકારીશ્રી નાગાજણ .તરખાલા, ઇ.ચા.મામલતદાર બી.વી.ગોંડલિયા, ચીફ ઓફિસર જયમલ મોઢવાડિયા, જુનિયર નગરનિયોજક સંજયભાઈ બગડા, મ્યુનિસિપલ દ્વારા ઇજનેર નિલેશ ભેડા તથા અન્યો દબાણ કામગીરી કરાઇ હતી.
(2:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
