<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th January 2025

વેરાવળમાં એએસઆઇ ૨૦ હજારની લાંચ લેતા ઝડપાઇ ગયા

નેગોશીએબલ કેસ પાછો ખેંચી, ઝડપથી ચાર્જશીટ કરી, ધક્કા નહી ખવડાવવાના અવજ પેટે માંગ્યા હતા

(દિપક કકકડ દ્વારા) વેરાવળ, તા.૧૩: એક જાગૃત નાગરીક કે જે માસીક ૧૨% લેખે માસીક વ્યાજે રૂ.૮૭૦૦૦/- ઉછીના લીધેલા, તેની સીક્યુરીટી પેટે માંગરોળ SBI બેંકના બે કોરા ચેક લઇને આપેલ હતા, જે નાણાં વ્યાજ સહિત ફરીયાદીએ ચુકવી દીધેલ તેમ છતાં ફરીયાદીએ આપેલા ચેક પરત આપેલ નહી અને વ્યાજે આપનાર વ્યકિતએ બે ચેક કરી ભરી બેંકમાં નાખેલા પરંતુ ફરીયાદીના ખાતામાં બેલેન્સ ન હોવાથી બંને ચેક બાઉન્સ થતાં ફરીયાદી વિરૂદ્ધ નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની ૧૩૮ મુજબ સીવીલ કોર્ટમાં દાવો દાખલ કરેલ, જેથી ફરીયાદીએ સામાવાળા વિરૂધ્ધ વેરાવળ પો.સ્ટે.અરજી આપેલ અને વેરાવળ પો.સ્ટે.માં સામાવાળા વિરૂધ્ધ વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલ, જે ગુના તથા અરજી તપાસના કામે ફરીયાદી વિરૂધ્ધની નેગોશીએબલ કેસ પાછો ખેચી આપવા તથા ઝડપથી ચાર્જશીટ કરી,  ધક્કા નહી ખવડાવવાના અવજ પેટે આરોપી ભરત ઠાકરશીભાઈ મકવાણા ઉ.વ.૪૬ એ.એસ.આઈ. ટાવર ચોકી વેરાવળ દ્વારા શકિત ડીપાર્ટમેન્ટ સ્ટોરની પાછળ, જલારામ ઓટો કન્સલ્ટન્સી સામે, વેરાવળ પાસે  રૂ.૨૦,૦૦૦/- લઇ આવવા જણાવેલ.

જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોઇ, ફરિયાદીએ જુનાગઢ એ.સી.બી.પો.સ્ટે.ને ફરીયાદ કરતા ફરીયાદીની ફરીયાદ આધારે ગોઠવાયેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.૨૦,૦૦૦/-ની લાંચ લેતા ઇન્સ્પેકટર જે.બી.કરમુર તેમજ જુનાગઢ એ.સી.બી.પો.સ્ટે. તથા ટીમએ ઝડપી લીધા હતા. લાંચની ૨૦ હજારની રકમ પણ રિકવર કરવામાં આવી છે. આમ રક્ષક જ ભક્ષક બન્યા હોય તેવુ બદાર આવ્યું છે.

(2:50 PM IST)