<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th January 2025

સરકારી નોકરી અપાવવાની લાલચ આપી રૂપિયા પડાવતી ગેંગના સભ્યોને પકડી પાડતી જુનાગઢ પોલીસ

 

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧૩: જુનાગઢ રેન્જના પોલીસ મહાનીરીક્ષકશ્રી નિલેશ જાજડીયા  તેમજ ઇન્ચા. પોલીસ અધિક્ષક બી.યુ.જાડેજા એકશન પ્લાન આપેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી હિતેષ ધાંધલ્યા સાહેબ ના માર્ગદર્શન હેઠળ જુનાગઢ સી ડીવી.પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ તથા ગે.કા. પ્રવૃતી સાથે સંકળાયેલ ઇસમોની હીલચાલ ઉપર તેમજ તેમની પ્રવૃતી ઉપર સર્વેલન્સ સ્ટાફ દ્વારા ખાનગી વોંચ રાખવામાં આવેલ.

દરમ્યાન મળેલ માહિતી અનુસંધાને પો.સ્ટે. વિસ્તારના સરદારબાગ ખાતે આવેલ ફોરેસ્ટ વિભાગની ઓફીસની આસપાસ અમુક શંકાશીલ વ્યકિતઓ દ્વારા સરકારી નોકરી આપવાની લાલચ આપી અને અમુક પબ્લીકના લોકોના ઇન્ટરવ્યુની બોગસ અને ખોટી કાર્યવાહી ચાલુ છે. તેવી હકિકતના આધારે તુરંત જ માહીતી વાળી જગ્યાએ જઇ અને આ કામે સરદારબાગ ખાતે ફોરેસ્ટની ઓફીસની આસપાસથી ત્રણ શંકાશીલ વ્યકિતઓ મળી આવેલ જેથી તેઓને પોલીસ સ્ટેશન ખાતે લઇ આવી તેઓની પુછપરછ કરતા પોતે લોકો સાથે વિશ્વાસઘાત છેતરપીંડી કરી અને અલગ અલગ સરકારી વિભાગમાં નોકરી આપવાના બહાને તેઓ પાસેથી રૂપીયા પડાવે છે. અને જુનાગઢ ખાતે આજ રીતે ફોરેસ્ટ વિભાગમાં ત્રણ વિદ્યાર્થીઓને આર.એફ.ઓ.માં નોકરી આપવાની ખોટી અને બનાવટી કાર્યવાહી કરવા સારૂ અને તેઓ પાસેથી રૂપીયા પડાવવા સારૂ આવેલ હોવાની હકિકત જણાવતા આ કામે તુરંત જ ભોગબનનાર વિદ્યાર્થીના પિતાજી ફરીયાદી કાળુભાઇ કરશનભાઇ સોલંકી આહીર ઉવ.૫૫ ધંધો ખેતી તથા વેપાર રહે. હાલ પાડોદર તા.કેશોદ મુળ સીતાણા તા.માણાવદર જી.જુનાગઢ વાળાની ફરીયાદ લઇ સી.ડીવી.પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૦૩૦૦૪૨૫૦૦૧૧/૨૦૨૫ બી.એન.એસ.કલમ ૩૧૬(૨), ૩૧૮(૪), ૩૩૬(૨), ૩૩૬(૩), ૩૪૦(૨), ૬૧(૨) તથા આઇ.ટી.એકટની કલમ ૬૬(સી), ૬૬(ડી) મુજબનો ગુન્હો દાખલ કરી અને ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓની સત્વરે અટક કરી અને નામદાર કોર્ટ સમક્ષ રજુ કરી અને તા.૧૬/૦૧/૨૦૨૫ સુધીના પોલીસ કસ્ટડીના રીમાન્ડ મેળવવામાં આવેલ.

આ કામે આરોપીઓ દ્વારા ફરીયાદી તથા સાહેદના છોકરાઓને ફોરેસ્ટ વિભાગમાં આર.એફ.ઓ.ની નોકરીમાં લગાડવા સારૂ કુલ રૂ.૭૫,૦૦,૦૦૦/- ની માંગણી કરેલ જે પૈકીના એડવાન્સ પેટે રૂ.૪,૫૦,૦૦૦/- મેળવી લીધેલ અને ફરીયાદી તથા સાહેદના છોકરાઓને જી.પી.એસ.સી.ના ખોટા ઇ-મેઇલ આઇ.ડી. ઉપરથી ઇન્ટરવ્યુ માટેના મેઇલ મોકલી આરોપી દ્વારા પૂર્વ આયોજીત કાવતરૂ રચી અને છેતરપીંડી અને વિશ્વાસઘાત કરેલનું તપાસ દરમ્યાન ફલીત થયેલ હોય અને સદર ગુન્હાની આગળની તપાસ પો.ઇન્સ  વી.જે.સાવજ કરી રહેલ છે.

પકડાયેલ આરોપી

(૧) બાબુભાઇ ધનજીભાઇ રાંક પટેલ રહે. સરગાસણ ચોકડી, પ્રમુખનગર બંગ્લોજ ઘર નં. ૨૭, ગાંધીનગર મુળ રહે.કાલસારી તા વિસાવદર

(૨) વિનોદ ઉર્ફે વિનયભાઇ બાબુલાલ ગઢવી (નરા) ઉવ.૫૨ ધંધો. જમીનની દલાલી રહે. સેકટર નં.૦૮, પ્લોટ નં.૩૭૬/એ/૧, એકતાચોકની બાજુમાં ગાંધીનગર

(૩) દિપક શ્યામલાલ સેન (હજામ) ઉવ.૨૧ ધંધો.પ્રા.નોકરી રહે. કરૈયા ગામ,તા. રાહતગઢ જી.સાગર મધ્યપ્રદેશ છે. સવારે  પકડવાના બાકી આરોપીઓના નામ આરોપી આશિષ સાઉ રહે. મુંબઇ તથા તપાસમાં ખુલે તે તમામ છે.

કબ્જે કરેલ મુદ્દામાલ  જેમાં  (૧) બાબુભાઇ ધનજીભાઇ રાંક પટેલ પાસેથી મળી આવેલ મુદામાલ- (૧) રોકડા રૂ.૮,૭૫૦/- તથા (૨) મોબાઇલ ફોન નંગ.-૦૧ વીવો કંપનીનો વાય-૨૭ મોડલનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ.૧૦,૦૦૦/- તથા (૩) સફેદ કલરની હુન્ડાય કંપનીની વરના મોડલની રજી નં. જીજે-૧૮-બીસી-૧૨૧૪ ની ફોરવ્હીલ કાર કિ.રૂ.૪,૦૦,૦૦૦/- - (૨) વિનોદ ઉર્ફે વિનયભાઇ બાબુલાલ ગઢવી પાસેથી મળી આવેલ મુદામાલ- (૧) રોકડા રૂ.૨૩,૧૦૦/- તથા (૨) મોબાઇલ ફોન નંગ-૧ ગુગલ કંપનીનો પીકચલ-૬એ મોડલનો એન્ડ્રોઇડ મોબાઇલ કોન કિ.રૂ.૧૦,૦૦૦/- - (૩) દિપક શ્યામલાલ સેન પાસેથી મળી આવેલ મુદામાલ- (૧) રોકડા રૂ.૧,૮૫૦/- તથા (૨) મોબાઇલ ફોન નંગ- ૦૨ જે કુલ કિ.રૂ.૨૦,૦૦૦/- તથા (૩) એક ગ્રે કલરનુ ડેલ કંપનીનુ મીની લેપટોપ કિ.રૂ.૨૦,૦૦૦/- તથા (૪) એક ફુલ સ્કેપનો ચોપડો હાજરી પત્રનો ચોપડો કિ.રૂ.૦૦/- તથા (૫) પંચાલ કરણકુમાર રમણભાઇના નામના વ્યકિતના ભણતરના અલગ અલગ ડોક્યુમેન્ટની ઝેરોક્ષ નકલ નંગ-૨૧ સમાવેશ થાય છે.

આ કામેના પકડવાના મુખ્ય આરોપી આશિષ સાઉ રહે. મુંબઇ વાળા દ્વારા હાલ પકડાયેલ આરોપીઓ બાબુભાઇ પટેલ તથા વિનોદભાઈ ગઢવી રહે બન્ને ગાંધીનગર વાળાઓને સરકારી નોકરીની જરૂરીયાત વાળા વિદ્યાર્થીઓને શોધી તેઓને સરકારી વિભાગની અલગ અલગ કચેરીઓમાં નોકરી આપવાનો વિશ્વાસ આપી તેઓની પાસેથી અભ્યાસક્રમના કાગળો મેળવી અને અલગ અલગ સરકારી વિભાગની નોકરી માટે અલગ અલગ રકમની માંગણી કરી અને ડોક્યુમેન્ટ પોતાને મોકલી આપવાના અને જે પ્રમાણે બાબુભાઇ પટેલ તથા વિનોદભાઇ ગઢવી અલગ અલગ વ્યકિતઓનો સંપર્ક કરી તેઓને સરકારી નોકરી અપાવવાની લાલચ આપતા અને આ લોકોના વિશ્વાસમાં જે વ્યકિતઓ આવી જાય તેઓને આશિષ સાઉ દ્વારા અલગ અલગ સરકારી વિભાગના ખોટા ઇ-મેઇલ આઇ.ડી.ઓ. ઉપરથી ઇન્ટરવ્યુ જોઇનીંગના ઈ-મેઇલ કરી તેમને વિશ્વાસમાં લઇ અને આરોપી દિપક સેન આવા વ્યકિતઓના ઇન્ટરવ્યુ તેમજ ટ્રેનીંગની ખોટી અને બનાવટી કાર્યવાહી કરી તમામ પોતાના પુર્વ આયોજીત કાવતરા મુજબ જે તે વ્યકિતઓ પાસેથી મોટી રકમ પડાવી લેતા હતા.

આ કામે પકડાયેલ આરોપીઓની પુછપરછ તેમજ તેઓની પાસેથી કબ્જે કરેલ મોબાઇલોની તપાસણી દરમ્યાન તેઓના મોબાઇલોમાંથી સરકારી નોકરીઓમાં વેકેન્સીની જાહેરાતો તથા અલગ અલગ સરકારી વિભાગના વિડીયો જાહેરાતો તેમજ જોઇનીંગ લેટર વિગેરે માહિતી મળી આવેલ હોય જે દીશામાં તપાસ ચાલુ છે.

આ કામે આરોપીઓ દ્વારા અગાઉ વિસાવદરના નિકુંજ હર્ષદભાઈ ભટ નામના છોકરાને અમદાવાદ ખાતે પોસ્ટ ઓફીસમાં સરકારી નોકરીએ લગાડવાના બહાને તેમની પાસેથી છેતરપીંડી કરી અને રૂ.૧૪,૦૦,૦૦૦/- જેવી મોટી રકમ મેળવી લીધેલ અને બનાવટી નોકરીનો ઓર્ડર પણ આપેલ જે દીશામાં તપાસ ચાલુ છે.

આ કામગીરી જુનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રો.પોલીસ ઇન્સપેકટર શ્રી વી.જે.સાવજ તેમજ પો.સ.ઇ. એચ.બી.ચૌહાણ તથા એ.એસ.આઇ. સંજયસિંહ પી.રાઠોડ તથા પો.હેડ કોન્સ. વી.ડી.ડોડીયા તથા ગુન્હા શોધક યુનીટના પો.હેડ કોન્સ. પી.જે.વાળા તથા કરણસિંહ ઝણકાત પો.કોન્સ મનિષભાઇ હુંબલ પો.કોન્સ દિલીપભાઇ ડાંગર તથા પો.કોન્સ સંજયભાઇ કરશનભાઇ તથા પો.કોન્સ. દિનેશભાઇ કરગટીયા વિગેરે પો.સ્ટાફે કરેલ છે

(2:08 PM IST)