તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th January 2025
કચ્છની લખપત સરહદ પાસેથી પાકિસ્તાની ઘૂષણખોર ઝડપાયો: ભારતીય સીમામાં 100 મીટર સુધી ઘુસ્યો હતો
પિલર નંબર 1139 પાસેથી પકડાયેલા ઘૂસણખોરની પ્રાથમિક તપાસ: વધુ તપાસ માટે તેને પોલીસને સોંપવામાં આવશે.

બીએસએફે કચ્છના લખપતમાં પાકિસ્તાની ઘૂસણખોરને ઝડપી પાડ્યો છે. ઘૂસણખોર ભારતીય સરહદમાં 100 મીટર અંદર ઘૂસી આવ્યો હતો. પિલર નંબર 1139 પાસેથી પકડાયેલા ઘૂસણખોરની પ્રાથમિક તપાસ કરવામાં આવી છે. વધુ તપાસ માટે તેને પોલીસને સોંપવામાં આવશે. આ ઘટનાથી સરહદ સુરક્ષાને લઈને ચિંતા વધી છે.
કચ્છમાં લખપત સરહદ પાસેથી એક ઘુષણખોર ઝડપાઈ ચુક્યો છે. બીએસએફ પેટ્રોલિંગ દરમિયાન એક પાકિસ્તાનીને ઝડપી લીધો છે. પિલર નંબર 1139 નજીકથી તેને પકડી પાડવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં કોઈ શંકાસ્પદ નથી જણાઈ રહ્યું. વધુ તપાસ માટે પોલીસને તેને સુપરત કરાશે. ભારતીય સીમામાં 100 મીટર અંદર ઘુસી આવ્યો હતો આ પાકિસ્તાની ઘુષણખોર.
પ્રાથમિક તપાસમાં હાલતો કશું જ શંકાસ્પદ નથી લાગ્યું. પરંતુ તે અહીં કયા ઈરાદે આવ્યો હતો? શા માટે ઘુષણખોરી કરી રહ્યો હતો અને તેની સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલું છે? આ તમામ સવાલો એવા છે કે જેની તપાસ થવી જરૂરી છે. ઘણા લાંબા સમય બાદ સરહદ પરથી પાકિસ્તાની ઘુષણખોરો પકડાયો છે. સામાન્ય રીતે દરિયાઈ વિસ્તાર છે ત્યાં ઘુષણખોરો પકડાતા હોય છે. કેમ કે મોટાભાગના વિસ્તારોમાં ફેન્સીંગ છે તેનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.
(1:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
