<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th January 2025

કેશોદના ચર ગામે મોડી રાત્રે ઘરમાં ઘૂસી આધેડની હત્યા

પુત્રવધુને હત્યા કરનારાઓએ રૂમમાં બંધ કરી હત્યાને અંજામ આપ્યો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. 13 : કેશોદના ચર ગામે મોડી રાત્રે ઘરમાં ઘૂસી આધેડની હત્યા કરી અજાણ્યા શખ્સો નાસી જતા પોલીસે તપાસ હાથ ધરી છે. મરનારા આઘેડના પુત્રવધુને હત્યારાઓએ રૂમમાં બંધ કરી હત્યાને અંજામ આપ્યો હતો.

કેશોદ તાલુકાના ચર ગામના વાડી વિસ્તારમાં રહેતા ખીમાણદભાઈ બોરખતરીયાની બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરી નાખવામાં આવી હતી. 

અજાણ્યા ઈસમોએ આધેડની હત્યા કરતા પહેલા તેના પુત્રવધુને રૂમમાં પૂરી દીધા હતા. અને બાદમાં નિર્મમ હત્યા કરીને નાસી ગયા હતા. આ ઘટનાની જાણ થતા કેશોદ ખાતેથી પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. અને હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

(12:06 PM IST)