News of Monday, 13th January 2025
ધ્રાંગધ્રા તાલુકાના કુડા ગામે ખેતર માલીકે ભાગીયાને મારી નાખ્યો!
જુવારમાં પાણી કેમ વાળ્યું નથી? તેમ કહેતા બોલાચાલી કરીઃ ઘણના પેટના ભાગે બે ઘા મારતા કંકાવટીના નાગજીભાઇ કોપરણીયાનું મોતઃ હત્યા કરી અર્જુન કોળી ફરાર

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૧૩: સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષ ૨૦૨૫ને હજુ ૧૧ દિવસ જ વિત્યા છે. ત્યારે ૯ દિવસમાં જ હત્યાનો બીજો બનાવ સામે આવ્યો છે. ગત તા. ૩જી જાન્યુઆરીના રોજ ચોટીલાના પીપરાળી ગામમાં યુવાનની હત્યા બાદ ધ્રાંગધ્રાના કુડા ગામે વળધ્ધની હત્યાનો બનાવ બન્યો છે.
મુળ ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી ગામના ૪૫ વર્ષીય નાગજીભાઈ માવજીભાઈ કોપરણીયા ખેત મજુરી કરે છે. હાલ તેઓ કુડાની સીમમાં આવેલ ચતુરભાઈ મોતીભાઈ કોળીની વાડી ભાગવી રાખી વાવેતર કરે છે. જેમાં નાગજીભાઈ સાથે તેમના પિતા ૬૫ વર્ષીય માવજીભાઈ કાનાભાઈ કોપરણીયા સહિતનો પરિવાર પણ રહે છે. તા. ૧૧મીને શનિવારે સવારે વાડી માલિક ૩૦ વર્ષીય અર્જુન ચતુરભાઈ કોળી વાડીએ આવ્યો હતો અને નાગજીભાઈ સાથે વાડીમાં વાવેતર કરેલ જુવારમાં પાણી કેમ વાળ્યુ નથી.? તેમ કહીને બોલાચાલી કરી હતી. જેમાં અર્જુને લોખંડની કોશ વડે નાગજીભાઈ પર હુમલો કરી ડાબા પગે અને જમણા હાથે ઈજા પહોંચાડી હતી.
આ બનાવમાં નાગજીભાઈના પિતા માવજીભાઈ કાનાભાઈ વચ્ચે પડતા અર્જુને લાકડાના હાથામાં ફીટ કરેલ લોખંડનો ઘણ લઈ માવજીભાઈના પેટના ભાગે બે ઘા માર્યા હતા. જેમાં માવજીભાઈનું મોત થયુ હતુ. હત્યા કરી આરોપી અર્જુન ફરાર થઈ ગયો હતો. જયારે બનાવની જાણ ધ્રાંગધ્રા તાલુકા પોલીસને થતા ઈન્ચાર્જ પીઆઈ એમ. યુ. મશી સહિતની ટીમ કુડા દોડી ગઈ હતી અને લાશને પીએમ માટે મોકલી આરોપી અર્જુન કોળી સામે હત્યાના બનાવની ફરિયાદ લખી આરોપીને ઝડપી લેવા જુદી જુદી ટીમ દોડાવાઈ છે. હત્યાની આ ઘટના ધ્રાંગધ્રા તાલુકાના કુડા ગામમાં બની છે, જેમાં ખેતર માલિકે વળદ્ધ ભાગીયાને મોતને ઘાટ ઉતારી દીધો છે. કુડા ગામમાં વાડી વિસ્તારમાં માવજીભાઈ કાનાભાઈ કોપણીયા નામના વળદ્ધનો હત્યા કરાયેલી અવસ્થામાં મળતદેહ મળી આવ્યો હતો.
મળતક વળદ્ધની હત્યા તેઓ જે ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતા હતા તેના માલિકે કરી હોવાની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ખેતરમાં પાણી વાળવા બાબતે ખેતરના માલિક અને મળતક માવજીભાઈ સાથે બોલાચાલી થઈ હતી, જેમાં ખેતરના માલિકે મળતક માવજીભાઈના પેટ પર લોખંડના ઘણથી હુમલો કર્યો હતો, જેના કારણે તેમનું મોત થયું હતું. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ પોલીસ હાથ ધરી છે.
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
