<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th January 2025

ફરી ઠંડી વધીઃ નલીયા ૮.૮ ડીગ્રીઃ પવન ફુંકાતા ગિરનાર રોપ-વે બંધ

ડીસા ૯.૯, ગિરનાર ૧૦, રાજકોટ ૧૧ ડીગ્રી લઘુતમ તાપમાનઃ બે દિવસ રાહત બાદ ફરી ઠંડકનો નવો રાઉન્‍ડ શરૂ

રાજકોટ તા. ૧૩ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ફરી ઠંડી વધી છે, કચ્‍છનાં નલીયામાં ૮.૮ ડીગ્રી, ડીસા ૯.૯, ગીરનાર ૧૦, રાજકોટ ૧૧, ગાંધીનગર ૧૧.૭, ભુજ ૧૧.૪, જામનગરમાં ૧ર.પ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. ગીરનાર પર્વત ઉપર પવન ફુંકાતા રોપ-વે સેવા બંધ કરાઇ છે.

સૌરાષ્‍ટ્રના મોટાભાગના વિસ્‍તારમાં ફરી એકવાર ઠંડીનો રાઉન્‍ડ શરૂ થતાં જન જીવન ઉપર સીધી અસર વર્તાઇ રહી છે. ચાર દિવસ સુધી ઠંડીમાં ઘટાડો નોંધાતા લોકોમાં ભારે રાહત હતી. પરંતુ ચાર દિવસના બ્રેક બાદ ફરી ઠંડી શરૂ થતા માનવ જીવ સાથે પશુઓ પણ ધ્રુજી ઉઠયા છે. કડકડતી ઠંડીના કારણે લોકો રાત્રે તાપણા કરી ઠંડીથી બચી રહ્યા છે. લોકો એ કરેલ તાપણામાં મોડી રાત્રે ગાયો અને શ્વાન પરિવાર તાપણા નજીક બેસી સૂસવાટા મારતા પવન સાથે કડકડતી ઠંડીથી બચવા પ્રયાસો કરી રહ્યા છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ :.  વહેલી સવારથી ભારે પવનના કારણે ગિરનાર રોપવે બંધ રહેતા પ્રવાસીઓ પરેશાન થઇ ગયા હતા બીજી તરફ આજે સવારે ગિરનાર પર તાપમાન વધીને ૧૦ ડિગ્રી અને જૂનાગઢમાં ૧૫ ડિગ્રી નોંધાતા ઠંડી ઘટી હતી.

આજે સવારથી પવનનું જોર વધતા તાપમાનમાં ધરખમ વધારો થયો હતો. ગિરનાર પર રવિવારે ૫.૫ ડિગ્રી તાપમાન રહ્યા બાદ આજે સવારે લઘુતમ તાપમાન વધીને ૧૫.૧ ડિગ્રી નોંધાયું હતું. જેના પરિણામે પ્રવાસીઓને ઠંડીથી આંશિક રાહત મળી હતી.

પરંતુ વહેલી સવારથી ભારે પવન ફૂંકાતા પ્રવાસીઓની સલામતીને ધ્‍યાને રાખીને ગિરનાર રોપવે બંધ રાખવાની ફરજ પડી હતી જેના પરિણામે મકરસંક્રાંતિ ને લઈ ગિરનારની યાત્રાએ આવેલા પ્રવાસીઓ, સ્‍કૂલ પ્રવાસના વિદ્યાર્થીઓ સહિતના લોકો મુશ્‍કેલીમાં મુકાઈ ગયા હતા.

ગિરનારની સાથે સાથે જૂનાગઢમાં પણ સવારે પાંચ ડિગ્રીના વધારા સાથે લઘુતમ તાપમાનનો પારો ઉપર ચડીને ૧૫.૧ ડીગ્રીએ  સ્‍થિર થતા ગુલાબી ઠંડી થઇ ગઇ હતી.

પરંતુ સવારે વાતાવરણમાં ૬૨ ટકા ભેજ વચ્‍ચે પવન ૭.૪ કિલોમીટરની ઝડપે ફુકાતા ઠંડીમાં ધરખમ ઘટાડો થયો હતો.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર :.. બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧ર.પ, મહત્તમ તાપમાન ર૬, ભેજનું પ્રમાણ ૬૯ ટકા, પવનની ગતિ ૯.૯ કિ. મી. રહી હતી.  (પ-૯)

કયાં કેટલી ઠંડી

શહેર               લઘુતમ તાપમાન

ગિરનાર પર્વત       ૧૦.૦ ડીગ્રી

અમદાવાદ   ૧ર.૪ ડીગ્રી

અમરેલી     ૧૩.૦ ડીગ્રી

બરોડા                ૧૩.ર ડીગ્રી

ભાવનગર   ૧પ.૬ ડીગ્રી

ભુજ          ૧૧.૪ ડીગ્રી

દમણ                 ૧૭.૮ ડીગ્રી

ડીસા         ૯.૯ ડીગ્રી

દીવ         ૧૩.પ ડીગ્રી

દ્વારકા                 ૧૬.૪ ડીગ્રી

ગાંધીનગર   ૧૧.૭ ડીગ્રી

જામનગર    ૧ર.પ ડીગ્રી

કંડલા                 ૧૩.૦ ડીગ્રી

નલિયા               ૮.૮ ડીગ્રી

ઓખા                 ૧૮.૦ ડીગ્રી

પોરબંદર     ૧પ.૦ ડીગ્રી

રાજકોટ      ૧૧.૦ ડીગ્રી

સુરત                 ૧૮.૪ ડીગ્રી

વેરાવળ ૧પ.૪ ડીગ્રી

(10:55 AM IST)