તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 13th January 2025
આલેલેઃ ધ્રોલમાંથી ૧.૧૮ લાખના ૧૪ ઘેટા-બકરા ચોરાયા
કડકડતી ઠંડીનો લાભ લઈને લતિપુર ચોકડી પાસે ધેટા બકરાના વાડામાં તસ્કરો ત્રાટકયા

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા. ૧૩: ધ્રોલના લતીપર રોડ પર આવેલ દેવીપૂજકવાસમા અજાણ્યા શખ્સો કડકડતી શિયાળાની ઠંડીનો લાભ લઈને ૧૪ ઘેટા બકરા ચોરાયા આ પશુઘન ચોરી ભારે ચકચાર પોલીસ વિગતો અનુસાર ધ્રોલ ના લતીપર રોડ પર આવેલા દેવીપૂજકવાસમા રહેતા રવિભાઈ વાઘેલાના વાડામાંથી ધેટા-બકરા નંગ ૯ જેની કિંમત ૭૦,૦૦૦ અને દિનેશભાઈ જગુભાઈ વાઘેલા એક બોકડો જેની કિંમત રૂપિયા ૮,૦૦૦ તેમજ મશરૂભાઈ રાતડીયાની ૪ બકરી જેની કિંમત ૪૦,૦૦૦ મળીને કુલ કિંમત રૂપિયા ૧,૧૮,૦૦૦ હજારની કિંમતના નાના-મોટા ઘેટા બકરાની કોઈ અજાણ્યા ઇસમો ચોરી કરી ગયાની ધ્રોલ પોલીસ મથકે રવિભાઈ વકસીભાઈ વાઘેલાએ ફરિયાદ નોંધાવતા ધ્રોલ પોલીસ હેડ. કોન્સ્ટેબલ એચ.બી. સોઢીયાએ વધુ તપાસ હાથ ધરી છે.
(10:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
