તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 13th January 2025
ભુજમાં સુથાર યુવાને ઇલેક્ટ્રીક કટરથી ગળુ કાપી જીવ દીધો
માંડવીમાં લગ્ન પ્રસંગમાં જાનૈયો યુવાન ઢળી પડ્યો, ગાંધીધામમાં પડી જતા પ્રૌઢનું મોત

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૩ : ભુજના મહાવીરનગરમાં ચામુંડા વુડન ફર્નિચરના નામે દુકાન ધરાવતા ૩૬ વર્ષના યુવાન માલિકે ઇલેક્ટ્રિક કટરથી ગળુ કાપી જીવ દીધો હતો. દુકાનના નોકરને ચા લેવા મોકલયા બાદ ચેતન જેન્તીભાઈ જોટાણીયાએ પોતાનું ગળુ ઇલેક્ટ્રિક કટર વડે કાપી નાખ્યું હતું. ચા લઈ આવેલા માણસે લોહી ની વહેતી ધારાઓ જોઈ બૂમાબૂમ કરી મૂકી હતી. ઘરેલુ કંકાસમાં આ યુવાને જીવ દઈ દીધો હોવાની ચર્ચા વચ્ચે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બીજા બનાવમાં માંડવીમાં લગ્ન પ્રસંગમાં ગયેલા ભુજના ૪૬ વર્ષીય યુવાન જાનૈયા ચિંતન હસમુખ સલાટ એકાએક ઢળી પડતા તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે ગાંધીધામમાં ઇલેક્ટ્રિક કામ કરી રહેલ ૫૪ વર્ષીય પ્રૌઢ થોમસ જહોન નું પડી જવાથી મોત નીપજ્યું હતું.
(9:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
