News of Sunday, 12th January 2025
ધારાસભ્ય હેમંત ખવા અને હેડ કોન્સ્ટેબલ વચ્ચે ઈ -મેમો બાબતે બોલાચાલી :ખવા બિલખા પોલીસ મથકે પહોંચ્યા
બોલાચાલીમાં ધારાસભ્યએ હેડકોન્સ્ટેબલને કહ્યું કે તમે ડ્રેસમાં હતા. તો જવાબમાં હેડકોન્સ્ટેબલે કહી દીધું કે તમે દમ મારવાનું રહેવા દો.

જૂનાગઢ જિલ્લાના બિલખામાં જામજોધપુરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાની કાર ટ્રાફિકને અડચણરૂપ પાર્ક કારવમાં આવી હતી. જેને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા 28 ડિસેમ્બરના રોજ ઇ-મેમો આપવામાં આવ્યો હતો. આ મામલે ખુદ ધારાસભ્ય બિલખા પોલીસ મથકે પહોંચ્યા હતા. પોલીસ મથકે હેડ કોન્સ્ટેબલ હાર્દિક પંડયા અને ધારાસભ્ય વચ્ચે બોલાચાલી થઈ હતી
જૂનાગઢના બિલખામાં પોલીસે ધારાસભ્યની ગાડીને ઇ-મેમો ફટકાર્યો હતો. જેને લઈને આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા બિલખા પોલીસ મથકે પહોંચ્યા હતા. પોલીસ મથકે ધારાસભ્ય અને હેડ કોન્સ્ટેબલ વચ્ચે ઘર્ષણ થયું હતું.
જૂનાગઢ જિલ્લાના બિલખામાં જામજોધપુરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાની કાર ટ્રાફિકને અડચણરૂપ પાર્ક કારવમાં આવી હતી. જેને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા 28 ડિસેમ્બરના રોજ ઇ-મેમો આપવામાં આવ્યો હતો. આ મામલે ખુદ ધારાસભ્ય બિલખા પોલીસ મથકે પહોંચ્યા હતા. પોલીસ મથકે હેડ કોન્સ્ટેબલ હાર્દિક પંડયા અને ધારાસભ્ય વચ્ચે બોલાચાલી થઈ હતી. જોકે પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન મેમો આપવાની કામગીરી થઈ હતી.
બોલાચાલીમાં ધારાસભ્યએ હેડકોન્સ્ટેબલને કહ્યું કે તમે ડ્રેસમાં હતા. તો જવાબમાં હેડકોન્સ્ટેબલે કહી દીધું કે તમે દમ મારવાનું રહેવા દો. એક તરફ હેડકોન્સ્ટેબલ વીડિયો રેકોર્ડ કરી રહ્યા હતા તો બીજ તરફ ધારાસભ્યએ પણ પોતાની ટીમને વીડિયો રેકોર્ડ કરવાનું કહ્યું હતું. જોકે આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરળ થયો હતો.
(7:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
