<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th January 2025

જીઈબી એન્‍જિનિયર્સ એસોસિએશનનાં સેક્રેટરી જનરલ તરીકેનો કાર્યભાર સંભાળતા હરેશ વઘાસિયા

સંગઠનને મજબૂત બનાવી મેમ્‍બરોના પોલિસી લેવલના પ્રશ્‍નોને વાચા આપવા વઘાસિયાનો કોલ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ, તા.૧૧: જીઈબી એન્‍જિનિયર્સ એસોસિએશન ગુજરાતનું ઓફિસર્સ મેમ્‍બરનું એક એવુ રજીસ્‍ટર એસોસિએશન છે, જેમાં મેમ્‍બર તરીકે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લીમિટેડ તાબાની કંપનીમાં કાર્યરત જુનિયર ઈજનેરથી ચીફ એન્‍જિનિયર સુધીના ઈજનેરો સંગઠીત ભાવથી જોડાયેલા છે. આ સંગઠનમાં ૬૦૦૦થી વધુ વિજ ઇજનેરો જોડાયેલા છે, સંગઠનની જાળવી રાખવા અને ઇજનેરોના પોલીસી લેવલના પ્રશ્‍નો વખતો વખત સરકારશ્રીમાં તેમજ મેનેજમેન્‍ટ સમક્ષ રજૂઆત કરવા માટે સેન્‍ટ્રલ મેનેજિંગ કમિટીની બેઠકો આયોજીત થતી રહેતી હોય છે. જેના ભાગરૂપે તાજજેતરમાં જીઇબી એન્‍જિનિયર્સ એસોસિયેશન દ્વારા અમદાવાદ ખાતે યોજાયેલ બેઠકમાં રાજ્‍યભરના જીઇબી એન્‍જિનિયર એસોસિયેશનના છ કંપની જેટકો, જીસેક, પીજીવીસીએલ ડીજીવીસીએલ, એમજીવી સીએલ અને યુજીવીસીએલ કંપનીમાંથી એસોસિએશનના હોદ્દેદારો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેલ. આ મિટિંગમાં ખાસ કોરબોડીમાંથી સેક્રેટરી ફાઈનાન્‍સ જે આર શાહ, સ્‍ભ્‍ ઞ્‍લ્‍ઘ્‍ચ્‍ન્‍ એ બી પ્રજાપતિ, વીપી ડિસ્‍કોમ  અને યુજીવીસીએલના ચીફ એન્‍જિનિયર શ્રી જી.એચ એન્‍જિનિયર, વાઈસ પ્રેસિડેન્‍ટ લીગલ એસ.ડી.પટેલ તથા તમામ કંપનીના જનરલ સેક્રેટરી અને સંયુક્‍ત સંકલન સમિતિના કાર્યકારી અધ્‍યક્ષ શ્રી બી એમ શાહ તેમજ ચૂંટણી અધિકારી અને ચીફ ઇજનેર જેટકો શ્રી કે જે ભુવા ઉપસ્‍થિત રહેલ, આ મિટિંગમાં એસોસિએશનના લાંબા સમયથી પેન્‍ડિંગ પ્રશ્‍નો બાબતે વિસ્‍તળત ચર્ચા કરવામાં આવી અને સાથે સાથે આ મિટિંગમાં સેક્રેટરી જનરલ તરીકે જૂનાગઢ જેટકો કચેરીમાં નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવતા હરેશ વઘાસિયાને કોરબોડી તથા સીએમસી મેમ્‍બરો દ્વારા ડિસેમ્‍બર-૨૦૨૬ સુધીનો સેક્રેટરી જનરલ તરીકેનો કાર્યભાર સોપવામાં આવ્‍યો હતો. હરેશ વઘાસિયાએ પોતાનાં પ્રતિભાવમાં જણાવ્‍યુ હતુ કે  મારી ટીમ આગામી દિવસોમાં સંગઠનને કઈ રીતે મજબૂત બનાવી શકાય, તેમ જ એશોસિયેશનનાં સભ્‍યોનાં પોલિસી લેવલના પ્રશ્‍નોને વાચા આપવા માટે પ્રયત્‍નો કરવામાં આવશે.  તેમજ સભ્‍યોના પ્રાણ પ્રશ્‍નોને વાચા આપવા માટે મેનેજમેન્‍ટ અને સરકારમાં રજૂઆત કરવામાં આવશે તેમ છતાં ઉકેલ નહી આવે તો ગાંધી ચીંધ્‍યા માર્ગે  આગળ વધતા અમે અટકીશું નહીં, કાર્યક્રમ દરમિયાન વર્ષ ૨૦૨૫ની તૈયાર કરેલી જીબીઆ ડાયરી કોર બોડી મેમ્‍બરો દ્વારા વિમોચન કરવામાં આવેલ. આ મીટીંગ દરમિયાન આવનારા ડિસેમ્‍બર ૨૦૨૬ મા જીઈબી એન્‍જિનિયર એસોસિએશન આગામી અધિવેશન જુનાગઢ અથવા અંબાજી ખાતે આયોજન કરવાનું નક્કી કરવામાં આવેલ છે, તેમજ તેને માટે સોવીનીયરની પણ જાહેરાત કરવામાં આવેલ છે. ઉલ્લેખનિય છે કે જીઈબી એન્‍જિનિયર એસોસિએશનના પ્રમુખ પદ ગુજરાત રાજ્‍યના ભારતીય જનતા પાર્ટીના વાઈસ પ્રેસિડેન્‍ટ શ્રી ગોરધનભાઈ ઝડફિયા પોતાનું યોગદાન આપી રહ્યા છે. (તસ્‍વીરઃ મુકેશ વાઘેલા)

(3:45 PM IST)