<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th January 2025

જેતપુરમાં પાલીકા તંત્ર દ્વારા મેગા દબાણ હટાવ ઝુંબેશઃકરોડોના ખર્ચે બનેલ ફૂટપાથ ખુલ્લી કરાય

આ ઝુંબેસ એમ.જી.રોડ મતવા શેરી. બસ. સ્‍ટેન્‍ડ વિસ્‍તારમાં ચલાવાય તેવી લોક માંગઃ પાલીકા તંત્રની જેમ પોલીસ પણ મેગા કામગીરી હાથધરી અનેક સ્‍થળોએ ચાલતા જાહેર જુગાર બંધ કરાવે

(કેતન ઓઝા દ્વારા) શહેરમાં છેલ્લા ઘણા વરસોથી પેશ કદમીએ માજા મુકી હોય તેની સામે કોઇ નકકર કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવતી ન હતી માત્ર નોટીસો આપી દેવાની અને જે જગ્‍યાએ દબાણ હટાવ થોડા દિવસોમાં ફરી જે સે તે યે જેની પરીસ્‍થિતિ થઇ જાય છે. આ પ્રશ્નનો કાયમી ઉકેલ આવતો નથી કે લાવવામાં રસ નથી?

ગઇકાલે શહેરમાં દબાણ હટાવવાથી  મેગા કામગીરી હાથ ધરવામાં આવતા ચિફ. ઓફીસર અશ્વીનભાઇ ગઢવીએ પાલિકાની ટીમને સાથે રાખી પીજીવીસીએલ .પોલીસ બંનેના સહકારથી સારણનાપુલ વિસ્‍તારથી દબાણ હટાવ કામગીરી શરૂ કરી જે સાંજ સુધીમા ંઅમરનગર  રોડ સુધી પહોચેલ આ ઝુંબેશ દરમ્‍યાન ૧૫ જેટલી કેબીનો દુર કરાય હતી તેમજ લોકોને આવવા માટે રોડ ની બંને તરફ કરોડોના ખર્ચે બનાવાયેલ ફૂટપાથ પર દુકાનદારો તેમજ લારીગલ્લા વાળાઓએ બેફામ કરેલ પેશકદમી તેમજ ફૂટપાથ પર નાખેલા છાપરા સાઇનબોર્ડ હટાવડાવ્‍યા હતા. અહી ભુતકાળમાં પણ દબાણ હટાવ કામગીરી કરવામાં આવેલ પરંતુ થોડા  સમયબાદ ફરી રાબેતા મુજબ ખડકાય જાય છે. છેલ્લા ઘણા સમયથી તો આ ફૂટપાથ પાલિકાએ લોકોને ચાલવા માટે બનાવેલ છે કે દુકાનદારોની સગવડ માટે દુકાનદારો પોતાનો ધંધો દુકાનમાં કરવાને બદલે ફૂટપાથ રોકી કરે છે. તો અમુક દુકાનદારો પોતાની દુકાનની આગળ રૂપિયા લઇ રેકડીઓ ઉભી રાખવા દે છે. સહકારી જમીનનું પોતે ભાડુ ખાય છે.

આ દબાણ હટાવ કામગીરીમાં ડોબરીયા વાડી ચોકડી પાસે નેશનલ હાઇવે એ દબાણ દુર કરેલ જગ્‍યા પર બનેલ બે દુકાનો ગેરકાયદેસર હોય તેને પણ સીલ કરી દેવામાં આવેલ. આ અંગે ચિફ ઓફીસર માહિતી આપેલ કે આ ઝુંબેશ કુલ ચાર દિવસચાલશે જેમાં આજરોજ સરદાર ચોકથી તીનબતી ચોક સુધી રોડની બંને બાજુની ફૂટપાથ પર રહેલ બદાણો દુર કરાશેઆ ઝુંબેશમાં એમ.જી.રોઙ મળવા શેરી શાકમાર્કેટ બસસ્‍ટેન્‍ડ પાછળનો વિસ્‍તાર પણ આવરી લઇ ત્‍યાં માંગણી છે.

શહેરના પ્રબુધ્‍ધ લોકોમાં એવુ ચર્ચાય રહ્યું છે કે પાલિકા દ્વારા જેમ મેગા દબાણ હટાવ કામગીરી કરવી પડેલ તેમ પોલીસ પણ મેગા કામગીરી હાથધરી શહેરના ગોપાલ વાડી રોડ ફૂલવાડી, નવાગઢ સહિતના જે વિસ્‍તારોમાં જાહેરમાં આખો દિવસ ચલણી નોટોના નંબર ઉપર તેમજ અન્‍ય રીતે જુગાર રમાય છે. તે કાયમી બંધ કરાવવામાં આવે. (૩.૧૫)

(3:03 PM IST)