તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th January 2025
પોરબંદર જિલ્લામાં ઝેરમુકત અન્ન ઉત્પાદન કરતા ખેડુતોઃ ૧૩૯૦૦ ખેડુતોએ અપનાવી પ્રાકૃતિક ખેતી
પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરતા અન્ય ખેડુતોએ ડરવાની જરૂર નથીઃ રાસાયણીક ખાતરથી બંજર થઇ ગયેલી ખેતી જમીનમાં પ્રારંભે રોગજીવાત આવશે તેનું નિયંત્રણ કરવા નિમાષા, બ્રહમાષા અને અગિ્નષા પ્રાકૃતિક જંતુનાશક ઉપયોગ કરી શકાય

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૧: જિલ્લામાં પ્રાકળતિક કળષિ પદ્ધતિનો વ્યાપ વધારવા સરકારશ્રીના માર્ગદર્શન અન્વયે આત્મા વિભાગ-જિલ્લા પંચાયત દ્વારા સફળતા પૂર્વકના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. પ્રાકળતિક ખેતીને પ્રોત્સાહન આપી યોજનાનો પાત્રતા ધરાવતા ખેડૂતોને લાભ મળે અને તેમનો પ્રચાર પ્રસાર થાય તે માટે શ્રેષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જિલ્લામાં ૧૩૯૦૦ કરતાં વધારે ખેડૂતો ૧૧૭૦૦ એકર જેટલી જમીનમાં પ્રાકળતિક ખેતી કરી રહ્યા છે.
જિલ્લામાં વર્ષ ૨૦૨૪થી અત્યાર સુધીમાં નિયત પદ્ધતિઓથી ખેડૂત પ્રાકળતિક ખેતી કરતો થાય અને તેમની ઉત્પાદન ક્ષમતામાં વધારો કરી શકે તે માટે ૪૫૭ તાલીમો પ્રાકળતિક કળષિ વિષય પર યોજવામાં આવી હતી. અને ૧૧૦૦૦થી વધુ ખેડૂતોને પ્રાકળતિક કળષિ અંગે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પ્રાકળતિક કળષિ કરવાનાં ફાયદાઓમાં પ્રાકળતિક કળષિ કરવાથી ભૂમિની ભેજ સંગ્રહ ક્ષમતા, ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય છે. માત્ર એક દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રથી ૩૦ એકર જમીનમાં ખેતી થઈ શકે છે. જેમાં નહીવત ઉત્પાદન ખર્ચ આવે છે અને બજારમાં વધારે ભાવ મળે છે. તેમજ પાણીની બચત થાય છે. પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યનું રક્ષણ, પોષણ અને સંવર્ધન થાય છે.
પ્રાકળતિક ખેતીની શરૂઆત કરતા ખેડૂતોએ ડરવાની જરૂર નથી ખેડૂત ભાઈઓ શરૂઆતમાં જ્યારે તમે રાસાયણિક ખેતીથી પ્રાકળતિક ખેતીમાં આવશો તો અમુક તકલીકો આવશે કારણ કે, જમીનનો સેન્દ્રિય કાર્બન ઓછો થઈ ગયેલો છે. જમીન લગભગ બંજર થઈ ચુકી છે. તેથી શરૂઆતમાં પાક ઉપર વધારે રોગ જીવાત આવશે. તેનું નિયંત્રણ કરવા માટે નિમાષા, બ્રહ્માષા, અગ્નિઅસ વગેરે પ્રાકળતિક જંતુરોધકોનો ઉપયોગ કરવાનો રહેશે
પ્રાકળતિક જંતુરોધકોમાં લીમડો, ધતુરો, આંકડો, ગળો, સિતાફળી જેવી વનસ્પતિઓને ગૌમૂત્રની અંદર સેડવીને તેને ૧૫ થી ૨૦ લીટર પાણીમાં ૨ લીટરના પ્રમાણમાં ઉમેરીને પાક ઉપર છંટકાવ કરો, જેનાથી રોગ જીવાતનું નિયંત્રણ થશે.અને મહિના જૂની છાશ (લસ્સી)ને પાણીમાં ભેળવીને પાક ઉપર છંટકાવ કરવાથી ફૂગજન્ય રોગોનું નિયંત્રણ થઈ શકે છે. આ છંટકાવ છોડવાઓને તાકાત પણ આપશે અને રોગથી પણ બચાવશે.
આવાં બધા જ પ્રકારના પ્રાકળતિક છંટકાવોને ખેડૂત પોતાના ઘરે જ બનાવી શકે છે, તેના માટે બહુ જ ઓછો ખર્ચ કરવો પડે છે. તેમજ જમીન ઉપજાઉ બની જશે પછી અને તમારી જમીનનો સેન્દ્રિય કાર્બન વધી જશે ત્યારે તેનાથી પોતાની મેળે જ રોગો આવતા અટકી જશે. અને ઉત્પાદન પણ વધારી શકાશે.
(2:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
