<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th January 2025

નિરાધારનો આધાર સંસ્‍થાના સંચાલકે વેરાવળની યુવતી સાથે લગ્ન કરવાની લાલચ આપી શારીરિક છેડછાડ કરતા અને વારંવાર ધમકી આપતા પોલીસમાં ફરિયાદ

બે યુવકો સામે થયેલી ફરિયાદમાં પોલીસે આરોપીને અટક કરવા તજવીજ હાથધરી

(દિપક કકકડ દ્વારા) વેરાવળ, તા. ૧૧: વેરાવળ ના ડારી ટોલ નાકા પાસે નિરાધાર નો આધાર આશ્રમ ચલાવતા સંચાલકે એક યુવતી સાથે ગત વર્ષમાં મિત્રતા કેળવી લગ્ન કરીશ તેમ કહી બળજબરી પૂર્વક શારીરિક અંગોએ છેડછાડ કરી સંબંધો બાંધવાનો પ્રયાસ કરતા અને બાદમાં ડરાવી ધમકાવતા સંચાલક અને તેના મિત્ર સામે પોલીસમાં યુવતીએ ફરિયાદ આપતા પોલીસે આ બંને યુવાનની અટકાયત કરવાની તજવીજ હાથ ધરી છે.

 જાણવા મળ્‍યા મુજબ વેરાવળ ના ડારી ટોલનાકા પાસે આવેલ નિરાધારના આધાર આશ્રમ ના સંચાલક જનક અરૂણભાઇ પારેખ તેમજ ધ્રુવ લલિતભાઈ સોલંકી છે તે પૈકી જનક એ ૨૦૨૩ માં વેરાવળની એક માસુમ યુવતી સાથે મિત્રતાના સંબંધ બાંધી અવારનવાર ઘરે આવી પોતે તેની સાથે લગ્ન કરવા માંગે છે તેવી લાલચ આપી શારીરિક છેડછાડ કરી શારીરિક સંબંધો બાંધવાની કોશિશ કરી હતી. તે સમયે આપણી બંને વચ્‍ચે જે વાત થયેલ છે તે કોઈને કહીશ નહીં તેમ યુવતી ને જણાવતા યુવતીએ કોઈને વાત કરી ન હતી .પરંતુ ૨૦૨૪ માં લગ્નની વાત આવતા જનક ઉશ્‍કેરાઈ ગયો હતો અને જેમ તેમ ગાળો બોલવા લાગેલ હતો જેથી યુવતીએ મિત્રતાના સંબંધો પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું. પરંતુ બાદમાં જનક એ જો તું મારી સાથે લગ્ન નહીં કરે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી . આ સંચાલક સાથે રહેતા ધ્રુવે તારીખ ૯ ના રોજ બપોરના સમયે યુવતી બાઈક લઈને પરીક્ષા દેવા જતી હતી ત્‍યારે પોતાની કાર લઈને યુવતીનો પીછો કરેલ હતો. યુવતીને ડરાવતા અને ધમકાવતા હોય યુવતીએ બંને સામે ૭૫ (૧ )(૨) ૭૮(૨)૩૫(૨) ૩૫૧ (૩)અને ૫૪ કલમ મુજબ ફરિયાદ દાખલ કરતા પોલીસે ગુનો દાખલ કરી બંનેની અટકાયત કરવા તજવીજ હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે.

(2:08 PM IST)