તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th January 2025
અમરેલી લેટરકાંડના વિરોધમાં બંધઃ પરેશ ધાનાણીનાં ૪૮ કલાકના ધરણા પુરા
સોમવારથી સુરતના વરાછા વિસ્તારમાં ધરણા : પોલીસ કર્મચારીઓ સામે પગલા ભરવા અને દિકરીને ન્યાય આપવા માંગઃ પરેશ ધાનાણી, વિરજીભાઇ ઠુંમરનો સરકાર સામે આક્રોશ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૧૧: અમરેલીનીપીડીત પાયલને ન્યાય અપાવવાનારી સ્વાભિમાન આંદોલન અંત્તર્ગત કોંગ્રેસના પરેશ ધાનાણી અને વિરજીભાઈ ઠુંમ્મરના નેતળત્વમાં રાજકમલ ચોકમાં ૪૮ કલાકમાં ધરણામાં અંતે આજે અમરેલી અડધો દિવસ બંધનુ એલાન અપાયું હતું.
આ એલાનનેવેપારીઓએ સહયોગ આપ્યો હતો.બંધને મિશ્રપ્રતિસાદ મળ્યોહતો. શહેરના મુખ્ય વિસ્તારો અડધા બંધ અડધા ખુલ્લા હતા. સવારે ૧૦ વાગ્યે મુદત પુર્ણથતા ઉપવાસીઓએપારણા કર્યાહતા. અને ઉપવાસી સામે સંકેલાય હતી. આ અંગે સુત્રોએ એવું જણાવ્યુંહતુ કે સોમવારથી સુરતના વરાછામાં ધરણા યોજાશે. કોંગ્રેસના કાર્યકરો શહેર બંધ કરાવવા નીકળેલા. અને વિનંતી કરતા વેપારીઓએ સહયોગ આપ્યો હતો. પોલિસે પણ વિસ્તારવાઈઝ પોઈન્ટ ઉભા કરી કડક બંદોબસ્ત જાળવ્યો હતો. કોઈ જાતનો અનિચ્છનિય બનાવ બનવા પામ્યો નથી
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
