<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th January 2025

ભાવનગરમાં કારની હડફેટે મેયરના ભાઈ અને ડ્રાઇવરને ઇજા, મેયરની ગાડીને પણ નુકસાન

 

(મેઘના વિપુલ હિરાણી દ્વારા)  ભાવનગર, તા.૧૧: ભાવનગર શહેરમાં ગઈ રાત્રે ગાયત્રીનગર વિસ્‍તારમાં કાર ચાલકે મેયર ભરતભાઈના ભાઈ અને ડ્રાઇવરને ટક્કર મારી ઈજા પહોંચાડી હતી આ બનાવમાં મેયરની કારને પણ નુકસાન પહોંચ્‍યું છે. બાદમાં કાર દિવાલ સાથે અથડાઈ હતી. બનાવની જાણ થતા આગેવાનો હોસ્‍પિટલ દોડી ગયા હતા. મળતી માહિતી મુજબ શહેરના દેવરાજનગર ,ગાયત્રીનગર પાસે આવેલ મીરા પાર્કમાં રહેતા મેયર ભરતભાઈ બારડના ભાઈ રાજુભાઈ બારડ અને મેયરના ડ્રાઇવર કબીર દર્શનભાઈ ઉભા હતા. તે સમયે કોઈ અજાણ્‍યા કારચાલકે  ફૂટપાટ ઝડપે બેફિકરાઇથી વાહન ચલાવી બંનેને હડફેટે લીધા હતા. જેને કારણે બંનેને ઈજા પહોંચતા સારવાર માટે ભાવનગરની સર. ટી. હોસ્‍પિટલમાં ખસેડાયેલ છે. આ બનાવના પગલે લોકોના ટોળા ઉમટી પડ્‍યા હતા. આ બનાવમાં મેયરના ડ્રાઈવરને ફેક્‍ચર જેવી ઈચ્‍છા થઈ છે. જ્‍યારે મેયરની સરકારી કારને પણ નુકસાન થવા પામ્‍યું છે.  કાર બાદમાં દિવાલ સાથે અથડાઈ હતી. આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે

(12:19 PM IST)