News of Saturday, 11th January 2025
દેવભુમિ દ્વારકા જીલ્લાના બેટમાં મેગા ડીમોલેશન : જુઓ વિડિયો
બાલાપર વિસ્તારમાં મોટે પાયે ડીમોલેશન શરૂઃ ૧૦૦૦ પોલીસનો કાફલો બંદોબસ્તમાં: દરિયાઇ પટ્ટી વિસ્તારમાં પેટ્રોલિંગ વધારાયું: ડ્રોન કેમેરાની મદદથી બાજ નજરઃ દેવભુમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે અને ડેપ્યુટી કલેકટર અમોલ આવટેની આગેવાનીમાં કાર્યવાહી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટના બાલાસર વિસ્તારમાં દબાણ હટાવ કામગીરી થતી નજરે પડે છે.(વિડીયો:કૌશલ સવજાણી-ખંભાળિયા)
(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૧૧: દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટના બાલાપર વિસ્તારમાં આજે સવારના ૯:૩૦ વાગ્યાથી ડિમોલીશન હાથ ધરવામાં આવશે. ૧૦૦૦ પોલીસનો કાફલો બંદોબસ્તમાં દરિયાઈ પટ્ટી વિસ્તારમાં પેટ્રોલિંગ વધારાયું છે. ડ્રોન કેમેરાની મદદથી બાજ નજર રાખવામાં આવી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે અને ડેપ્યુટી કલેકટર અમોલ આવટેની આગેવાનીમાં દબાણ હટાવ કામગીરી કરવામાં આવી રહી છે. આ માટે ડેપ્યુટી કલેક્ટર તથા પીજીવીસીએલનો સ્ટાફ પણ જોડાયો છે.
ઓખા મંડળના બેટ દ્વારકા વિસ્તારમાં ઓક્ટોબર ૨૦૨૨ માસમાં હાથ ધરાયેલા ઓપરેશન ડિમોલીશનમાં કરોડો રૂપિયાની કિંમતની લાખો ફૂટ જગ્યા પરના દબાણો હટાવાયા હતા. જે બાબત સમગ્ર રાજ્યમાં નોંધનીય બની રહી હતી. આ પછી બીજા રાઉન્ડમાં યાત્રાધામ હર્ષદ, ભોગાત વિગેરે સ્થળોએ પણ માર્ચ ૨૦૨૩ના સમયગાળામાં રેવન્યુ વિભાગ દ્વારા પોલીસ તંત્રને સાથે રાખીને ધાર્મિક તેમજ રહેણાંક અને કોમર્શિયલ દબાણોનો કડુસલો બોલાવી દીધો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સીધી દેખરેખ તેમજ માઇક્રો પ્લાનિંગ હેઠળ કરાયેલી આ દબાણ હટાવ ઝુંબેશ આવકારદાયક બની હતી.
ત્યારે યાત્રાધામ દ્વારકા અને બેટ દ્વારકા વિસ્તારમાં રહેલા વ્યાપક દબાણ અંગે કરવામાં આવેલા સરવે તેમજ જરૂરી કાનૂની પ્રક્રિયા બાદ આજથી બેટ-બાલાપર વિસ્તારમાં આ પ્રકારના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી આજથી પુનઃ શરૂ કરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અગાઉ તત્વો દ્વારા અનઅધિકળત રીતે સરકારી જમીન પર કરવામાં આવેલા અતિક્રમણ સંદર્ભે જિલ્લા પ્રશાસન દ્વારા જરૂરી સરવે તેમજ નોટિસ આપવા સહિતની કાયદેસરની કાર્યવાહી બાદ આ અંગેની મુદત પૂર્ણ થયે દ્વારકાના પ્રાંત અધિકારી અમોલ આપ્ટે તેમજ તેમની ટીમ દ્વારા જિલ્લા પોલીસ પ્રશાસનને સાથે રાખીને આ પંથકમાં કરાયેલા ધાર્મિક, રહેણાંક તેમજ કોમર્શિયલ વિસ્તારની સરકારી જગ્યાને ખુલ્લી કરવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો. જેને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયને સાથે રાખી અને દબાણ દૂર કરવા માટેની તૈયારીઓ આદરવામાં આવી હતી.
તાજેતરમાં દ્વારકાને બેટ દ્વારકાના જુદા જુદા વિસ્તારોમાં કરાયેલા આ પ્રકારના દબાણ અંગે આશરે ૪૫૦ જેટલા આસામીઓને નોટિસ ફટકારી અને પોતાના દબાણો સ્વૈચ્છિક રીતે હટાવવા જણાવાયું હતું અને અંતે ગઈકાલે પોલીસ અધિક્ષક અને દ્વારકા પ્રાંત અધિકારી દ્વારા અહીં દબાણ હટાવવાની ઝુંબેશ આજથી શરૂ કરવા માટેનો તખ્તો ઘડવામાં આવ્યો હતો.
આજે સવારથી શરૂ કરાયેલા ઓપરેશન ડિમોલિશનમાં ઓખા મંડળના બેટ દ્વારકા નજીકના બાલાપર ખાતે આશરે ૨૫૦ જેટલા આસામીઓને અપાયેલી નોટિસો બાદ આ કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ પૂર્વે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની રૂબરૂ ઉપસ્થિતિમાં જિલ્લાના દ્વારકા અને ખંભાળિયાના બંને ડીવાયએસપી સાગર રાઠોડ અને હાર્દિક પ્રજાપતિ સાથે એલ.સી.બી., એસ.ઓ.જી. તેમજ જિલ્લાભરનો પોલીસ કાફલો પી.આઈ., પી.એસ.આઈ. ઉપરાંત એસ.આર.પી. અને મહિલા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આશરે ૧૦૦૦ જેટલા સુરક્ષા કર્મીઓને ડિમોલિશનના સ્થળે તૈનાત કરવામાં આવી દીધા હતા. આટલું જ નહીં, દરિયાઈ પેટ્રોલિંગ તેમજ સુરક્ષા વ્યવસ્થા પણ મજબૂત રખાઈ હતી.
ડિમોલીશનના સ્થળને પોલીસે કોર્ડન કરી અને અહીં ચકલું પણ ન ફરકે તેવી સજ્જડ વ્યવસ્થા હાથ ધરવામાં આવી હતી. ત્યારે દ્વારકા, બેટ દ્વારકા વિસ્તારમાં આજથી શરૂ થયેલા ડિમોલિશનના વધુ એક રાઉન્ડએ દબાણકર્તા તત્વોમાં ભય સાથે દોડધામ પ્રસરાવી દીધી હતી.
આ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા સંપૂર્ણપણે સાવચેતી તેમજ સીસીટીવી અને ડ્રોન કેમેરાની મદદથી બાજ નજર રાખવામાં આવી રહી છે. આ દબાણ હટાવ ઝુંબેશમાં પોલીસ તંત્ર સાથે રેવન્યુ તંત્ર, પી.જી.વી.સી.એલ. તેમજ સ્થાનિક નગરપાલિકાનો સ્ટાફ પણ જોડાયો છે.
દ્વારકા ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠક અધિકારીઓની યોજવામાં આવી હતી. જેમાં અતિ માસ્ટર પ્લાન ઘડાયો હતો. આ ડીમોલેશનમાં દ્વારકા જીલ્લા પોલીસ વડા શ્રી નિતેશ પાંડે, બે ડીયા એસપી, એલ.સી.બી., પી.આઇ ગોહેલ, એસ.ઓ.જી.ની શાખાની ટીમ પી.જી.વી.સી.એલ.ની ટુકડી ઓખા નગરપાલિકાની ટીમ ઉપરોકત દ્વારકા આસિસ્ટન્ટ કલેકટર અમોલ આવટે તથા મામલતદાર રેવન્યુ ટીમ સહિતનું તંત્ર જોડાયું છે.
આ ડીમોલેશનમાં ચકલુ પણ ન ફરકે અને કોઇ પણ અનિચ્છય બનાવ ન બને તે માટે દ્વારકા જીલ્લા પોલીસ વડાશ્રી નિતેશ પાંડે દ્વારા એક માઇક્રો પ્લાનીંગ ગોઠવવામાં આવ્યો છે. આશરે દોઢથી બે વર્ષ પહેલા બેટ ખાતે ઐતહાસિક ડિમોલેશન કરવામાં આવ્યું હતું. આ ડીમોલેશનમાં કરોડો રૂપિયાની કિંમતી જમીન હજારો ફુટ દબાણ દુર કરવામાં આવનાર છે. આ ડીમોલેશનમાં અંત્યત તકેદારી સાથે હાથ ધરવામાં આવ્યું છે.
દેવભુમિ દ્વારકા જીલ્લાના બેટના બાલાપર વિસ્તારમાં દબાણ હટાવ કામગીરીના મંડાણ
ખંભાળીયાઃ દેવભુમિ દ્વારકા બેટના બાલાપર વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે. દેવભુમિ દ્વારકા જિલ્લા પોલીસવડા નિતેશ પાંડે અને ડેપ્યુટી કલેકટર અમોલ આવટેની આગેવાનીમાં કાર્યવાહી કરવામાં આવી છે. જેની પ્રથમ તસ્વીર.(તસ્વીર- અહેવાલઃ કોૈશલ સવજાણી- ખંભાળીયા)
ડિમોલીશનના લીધે બેટ દ્વારકા યાત્રિકોને જવા મનાઇ
(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા.૧૧: બેટ દ્વારકાનાં વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો હટાવવા કામગીરી શરૂ થઇ છે. દેવભુમિ દ્વારકા એસપી નિતેશ પાંડેની નિગરાનીમાં ચુસ્ત બંદોબસ્ત ૧૦૦૦થી વધુ પોલીસ અને એસઆરપી બંદોબસ્ત તૈનાત છે. દરીયામાં માર્ગ પર સઘન પેટ્રોલિંગ હાથ ધરાયું છે. ડિમોલેશનની કાર્યવાહીનાં પગલે બેટ દ્વારકા યાત્રિકોને જવા પર મનાઇ ફરમાવાઇ છે. બેટ દ્વારકા મંદિર પરંપરા મુજબ ખુલ્લું રહેશે
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
