<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th January 2025

મોરબી જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઇની આંતરિક બદલી

મોરબી જિલ્લાના એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા 7 પીઆઈની બદલીનો ઓર્ડર

મોરબી જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનની અંદર ફરજ બજાવતા પીઆઇની આંતરિક બદલી કરવામાં આવી છે અને મોરબી જિલ્લાના એસપી દ્વારા મોડી સાંજે જિલ્લાના સાત પીઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે 

મોરબી જિલ્લાના એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા શુક્રવારે મોડી સાંજે 7 પીઆઈની બદલીનો ઓર્ડર કરવામાં આવ્યો છે જેમાં જિલ્લાના જુદા જુદા પોલીસ મથકોની અંદર ફરજ બજાવતા અધિકારીઓની બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળી ગયું છે અને અધિકારી પાસેથી મળતી વિગત પ્રમાણે મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશનના પીઆઇ હકુમતસિંહ જાડેજાની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એન. આર. મકવાણાની એસ.ઓ.જી.માં, સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.પટેલની મોરબી એ ડિવિઝનમાં, વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના એચ.વી.ઘેલાની ટ્રાફિક શાખામાં, જિલ્લા ટ્રાફિક શાખાના પીઆઇ કે.એમ.છાસિયા ની ટંકારા પોલીસ સ્ટેશનમાં, લીવ રિઝર્વ માં રહેલા પીઆઇ આર.સી. ગોહિલની માળિયા પોલીસ સ્ટેશનમાં તથા લીવ રીઝર્વમાં રહેલ એસ.કે. ચારેલ ની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે

(11:50 PM IST)