તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th January 2025
બૌદ્ધસમાજ તથા યુવા દલિત સમાજ, જામનગર દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરનું રાજ્યસભામાં કરાયેલ અપમાનના વિરૂદ્ધમાં વિશાળ ધરણા પ્રદર્શન તથા આક્રોશ રેલી

જામગરઃ બૌદ્ધસમાજ તથા યુવા દલિત સમાજ, જામનગર દ્વારા આ અગાઉ જાહેર કર્યા અનુસાર ભારતીય સંવિધાનના નિર્માતા ડો. બાબાસાહેબ આંબેડકરનું ગળહપ્રધાન અમિતભાઇ શાહ દ્વારા રાજ્યસભામાં કરાયેલ અપમાનના વિરોધમાં આંબેડકરવાદીઓમાં ભારે આક્રોશ વ્યાપેલ હોય તેથી લાલ બંગલા ચોકમાં ધરણા મંડપ નાખી ગળહપ્રધાન વિરૂદ્ધ સુત્રોચ્ચારો કરવામાં આવેલ. ત્યારબાદ આંબેડકરવાદીઓ વિશાળ સંખ્યામાં આક્રોશ રેલી કાઢી જિલ્લા કલેકટર કચેરી, સેવા સદન પહોંચેલ હતી. મોટી સંખ્યામાં આંબેડકરવાદી ભાઈઓ-બહેનો દ્વારા હાથમાં ડો.બાબાસાહેબ આંબેડકરના ચિત્રોવાળા નીલા ઝંડાઓ, ડો.બાબા સાહેબની છબીઓ તથા સંવિધાનની છબીઓ સાથે ડો. આંબેડકર અમર રહો, અમિત શાહ આ૫ સ્વર્ગ ભૂમિ જાવ, ભારત ભૂમિ ખાલી કરો, તડીપાર હાય હાય, અમિત શાહ માફી માંગોના સુત્રોચ્ચાર સાથે કલેકટર કચેરી પહોંચી હતી, જ્યાં કલેકટરશ્રીને મહામુહીમ રાષ્ટ્રપતિશ્રીને સંબોધીને અમિતભાઇ શાહના રાજીનામું આપવાની માંગણી સાથે આવેદન પત્ર રૂબરૂમાં આપેલ હતું. બૌદ્ધસમાજ, જામનગરના પ્રમુખ મિલિન્દ મકવાણા, યુવા દલિત સમાજના ભાણજીભાઈ મકવાણા (એન્જીનીયર), ચેતનભાઈ ભાંભી તથા મેઘજીભાઈ સીંગરખિયાની આગેવાની હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું તેમાં ભારે વિશાળ સંખ્યામાં લોકો જોડાઈને આક્રોશ રેલીને સફળ બનાવેલ હતી. (અહેવાલઃ મુકુંદ બદિયાણી- જામનગર)
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
