<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th January 2025

ચોરવાડ નજીક મોટરસાઇકલ સ્‍લીપ થઇ જતાં માળીયા હાટીના તાબેના વિસણવેલના દેવશીભાઇ ચોૈહાણનું મોત

વૃધ્‍ધે રાજકોટમાં દમ તોડયોઃ ચોહાણ પરિવારે મોભી ગુમાવતાં ગમગીની

રાજકોટ તા. ૧૦: માળીયા હાટીના તાબેના વીસણવેલ ગામના વૃધ્‍ધનું ચોરવાડ નજીક મોટરસાઇકલ સ્‍લીપ થઇ જતાં ગંભીર ઇજા થવાથી મૃત્‍યુ થયું છે.

જાણવા મળ્‍યા મુજબ વિસણવેલ રહેતાં દેવશીભાઇ કાળાભાઇ ચોૈહાણ (ઉ.વ.૭૦) ગત ૨૬મીએ સાંજે સાડા ચારેક વાગ્‍યે મોટરસાઇકલ હંકારીને ચોરવાડ કામ માટે જઇ રહ્યા હતાં ત્‍યારે ચોરવાડ ઓવર બ્રીજ નજીક પહોંચતા વાહન સ્‍લીપ થઇ જતાં ગંભીર ઇજા થઇ હતી. તેમને ચોરવાડ, વેરાવળ, જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. અહિ રાતે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

મૃત્‍યુ પામનાર ચાર ભાઇ અને ત્રણ બહેનમાં મોટા હતાં. સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. પોતે ખેત મજુરી કરી ગુજરાન ચલાવતાં હતાં. મોભીના મોતથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અશ્વિનભાઇ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ ચોરવાડ પોલીસને જાણ કરી હતી

(12:05 PM IST)