<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th January 2025

૩૨ દબાણ કરનારને નોટિસ ફટકારતા બગસરાના વેપારીઓએ સ્‍વયંભૂ દબાણ દૂર કરવાનું શરૂ કરી દીધું

( સમીર વિરાણી દ્વારા) બગસરા તા.૧૦: શહેરના બાયપાસ વિસ્‍તાર તેમજ જેતપુર રોડ પર દબાણ દૂર કરવાની કામગીરી તંત્ર દ્વારા પૂર્ણ કર્યા બાદ શહેરી વિસ્‍તારના  મુખ્‍ય માર્ગો પર દબાણ દૂર કરવા માટે બગસરાના ભૂતનાથ મંદિરથી હુડકો વિસ્‍તાર સુધીના ૩૨ વેપારીઓને તેમના દ્વારા કરવામાં આવેલ દબાણ બાબતે તંત્ર દ્વારા નોટિસ પાઠવી દેવામાં આવી હતી. તંત્ર દ્વારા બુધવારે નોટિસ પાઠવવામાં આવતા ગુરૂવારથી જ વેપારીઓએ પોતાની દુકાન ના પતરા ઉતારી ધીમે ધીમે જાતે જ દબાણ દૂર કરવાનું શરૂ કરી દીધું હતું. જેને કારણે  મુખ્‍ય માર્ગ ખુલ્લો થવા લાગ્‍યો છે. વેપારીઓ દબાણ દૂર કરવાનું કામ જાતે જ કામ શરૂ કરી દેતા ટૂંક સમયમાં મોટાભાગનું દબાણ ખુલ્લુ થઈ જશે તેવું જણાઈ રહ્યું છે( તસવીર -સમીર વિરાણી : બગસરા)

(11:55 AM IST)