તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th January 2025
મેંદરડાના પુ. સુખરામદાસબાપુ સહિતના સંતો કુંભમેળામાં જવા રવાના

જુનાગઢઃ મેંદરડા રામજી મંદિરના મહંત પુ.સુખરામબાપુ તથા તોરણીયાના પુ.રાજેન્દ્રદાસબાપુ આજે સવારે અમદાવાદ એરપોર્ટ ખાતેથી પ્રયાગરાજ કુંભમેળામાં જવા રવાના થયા હતાં. પુ.રાજેન્દ્રદાસબાપુ હરીદ્રાર થઇને મેળામાં જનાર છે. પુ.સુખરામદાસ બાપુ એ જણાવ્યું હતું કે ૧૪૪ વર્ષ બાદ પ્રયાગરાજ ખાતે કુંભમેળામાં શાહી સ્નાન માટે સંતો મહંતો ભાગ લઇ રહયાં છે ત્યારે આલૌકીક અવસરે તા.૧૩ જાન્યુ. રાત્રે ૧ર ને પ મીનીટથી શાહી સ્નાન શરૂ થશે અને ૧૪ તારીખે પણ આ શાહી સ્નાનમાં સાધુસંતો સાથે પુ.સુખરામદાસબાપુ પણ જોડાય સ્નાનનો લાભ લઇ પ્રજાની સુખાકારી વિશ્વકલ્યાણની ભાવના સાથે પ્રાર્થના કરશે. (અહેવાલઃવિનુ જોષી) (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)
(2:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
