<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th January 2025

કચ્છ યુનિવર્સિટીના ચકચારી ભરતી કૌભાંડમાં તપાસ વચ્ચે ઉતાર ચડાવ: નાણાકીય લેતીદેતીની ચર્ચાસ્પદ વ્હોટ્સ એપ ચેટ બનાવટી !!

એક બાજુ તપાસ સમિતિની તપાસનો બીજી બાજુ નાણાકીય લેતીદેતીની વ્હોટ્સ ચેટમાં પોલીસ તપાસનો ધમધમાટ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૦ : કચ્છ યુનિવર્સિટીમાં એક આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને ચાર સેક્શન ઓફિસરની ભરતી અંગે ૧૬ જેટલા નિયમોનો ભંગ કરી પોતાના મળતીયાઓની ભરતી કરવાના મામલાએ ચકચાર સર્જી છે. એ વચ્ચે નાણાકીય લેવડદેવડ બાબતે વાયરલ થયેલ સ્ક્રિન શૉટએ સર્જેલ ચર્ચા વચ્ચે આ મામલામાં અનેક ઉતારચડાવ સામે આવ્યા છે. ભરતી બાબતે નિયમોની અનદેખી કરી હોવાના આક્ષેપ ચર્ચામાં આવ્યા બાદ ગાંધીનગરથી તપાસ ટીમ આવી છે. ગઈકાલે અને આજે તપાસ ટીમ રોકાશે. આક્ષેપ કરનારને સાંભળ્યા બાદ યુનિવર્સિટીના દસ્તાવેજો ચેક કરશે. ગઈકાલે તપાસ ટીમે આ બાબતે કામગીરી હાથ ધરાયા બાદ આજે આ કાર્યવાહી આગળ વધારશે. દરમ્યાન વ્હોટ્સ ચેટ અંગે કચ્છ યુનિવર્સિટી દ્વારા પશ્ચિમ કચ્છ એસપી ને તપાસ કરવા ફરિયાદ અપાઈ હતી. તે મામલે એલસીબી પોલીસની તપાસમાં આ વ્હોટ્સ ચેટ બનાવટી હોવાનું ખુલ્યું છે. પોલીસે ફરિયાદ કરનાર ને આ મામલે પૂછપરછ કરી કુરિયરમાં કવર કોણે મોકલ્યું તેની તપાસ હાથ ધરી છે. જોકે, કચ્છ યુનિવર્સિટીના સત્તાવાળાઓ પહેલાથી જ ખુલાસો કરી રહ્યા છે કે, ભરતી પ્રકરણ ચુસ્ત નિયમ અનુસાર જ કરાયું છે. હવે, તપાસ સમિતિના સત્તાવાર રિપોર્ટ માં જ આ બાબતે ખુલાસો થઈ જશે.

(10:04 AM IST)