<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th January 2025

બોટાદના હિફલી વિસ્તારમાંથી બાળકના કિડનેપીંગ બાદ બાળકને છોડાવવા જાતા પોલીસ ઈન્સ્પેક્ટર ઉપર છરી વડે ખુની હુમલો કરવાના આરોપીને શંકાનો લાભ આપી છોડી મૂકતી બોટાદની સેશન્સ કોર્ટ

રૂા.૮૫,૦૦,૦૦૦/- ની ખંડણી માંગતા ખંડણી આપવા માટે બે પોલીસ અધિકારી તથા બાળકના મોટા બાપુ સુટકેશમાં ખંડણીની રકમ આપવા જતી વખતે છરી વડે પોલીસ ઈન્સ્પેકટરશ્રી ઉપર હુમલો કરી ખૂન કરવાની કોશીષ કરવાનો હતો આરોપ

રાજકોટ : આ કામના ફરીયાદી પોલીસ ઈન્સ્પેક્ટર નિરવકુમાર વ્યાસ દ્વારા 14/08/2014ના રોજ આરોપી કનુ ઉર્ફે કનૈયાલાલ ધનજીભાઈ વિરુદ્ધ ગઢડા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ અને અપહરણ થયેલ બાળકને છોડાવવા બાબતે નાય બ પોલીસ અધિક્ષક બોટાદનાઓ દ્વારા અલગ અલગ પોલીસ ટીમો બનાવી તપાસ શરૂ કરેલ જે બાદ અપહરણ થયેલ બાળકને પરત આપવા માટે આરોપી દ્વારા ખંડણીની માંગણી થવાથી બાળકના મોટાભાપુ રાજેશભાઈ મોરીએ પોલીસને જાણ કરેલ. 

  ફરીયાદમાં વધુમાં જણાવેલ કે બાળકના મોટાબાપુ રાજેશભાઈને તેમના મોબાઈલ પર આરોપીએ સતત ખંડણીની માંગણી કરતા ફોન કરેલા જેમાં આરોપી કનૈયાલાલે તા. ૧૪/૦૮/૨૦૧૪ ના રોજ ખંડણીની માંગણી કરી ટાટમ ગામે ખંડણીની રકમ આપી બાળકને ત્યાંથી પરત લઈ જવા જણાવેલ.

ફરીયાદીમાં જણાવેલ વધુ હકિક્તો મુજબ પોલીસને બાળકના મોટાબાપુ ઉપરોકત મુજબની માહિતી આપતા આ કામના ફરીયાદી પી.આઈ.એન. કે. વ્યાસ તથા બાળકના મોટાબાપુ રાજેશભાઈ મોરી તથા અન્ય અધિકારી આરીફભાઈ પૈસાની બેગ લઈ ગાડીમાં આરોપીએ કહેલ જગ્યાએ ગાડીમાં પૈસા આપવા માટે નીકળેલ હતા અને આ ગાડીમાં ફરીયાદીશ્રી એન.કે.વ્યાસ સંતાયને બેસી ગયેલ હતા અને ટાટમ ગામ ખાતે જે જગ્યાએ આરોપીએ પૈસાની બેગ મુકી દેવાનું કહેલ તે જગ્યાએ આવી પહોંચી ભાળકના મોટાબાપુ રાજેશભાઈ ભેગ મુકવા ગાડીમાંથી ઉતરવા જતા ત્યાં અંધારું હોય જેનો લાભ લઈ રાજેશભાઈની પાછળ ફરીયાદીશ્રી એન.કે.વ્યાસ ગાડીમાંથી ઉતરી નજીકમાં સંતાય ગયેલ અને રાજેસભાઈ ભેગ મુકી પરત આવી ગાડીમાં બેસી ગયેલ.
ફરીયાદમાં જણાવેલ વધુ હકિકતો મુજબ આરોપી કનૈયાલાલ આ પૈસાની ભેગ લેવા આવતા પી.આઈ. એન.કે.વ્યાસ તેને પકડવા જતા તેમના ઉપર આરોપી કનૈયાલાલે છરી વડે જીવલેશ હુમલો કરી છરીનો એક ધા એન.કે.વ્યાસને મારી નાંખવાના ઈરાદે ડાબા પડખે મારેલ અને બીજો ધા મારવા જતા ફરીયાદીએ તેમના સ્વ બચાવ માટે તેઓની સર્વિસ પિસ્તોષ કાઢતા તે પિસ્તોલ આરોપીએ ઝુંટવી લેવા માટે પ્રયત્ન કરતા ફરીયાદીએ આરોપી ઉપર એક રાઉન્ડ ફાયર કરેલ જેમાં આરોપીને ગંભીર ઈજા થયેલ અને આરોપીને બનાવ સાળે ફરીયાદીએ પકડી લીધેલ અને બાદ બાળકના મોટાભાપુ રાજેશભાઈ તેમજ આરીફભાઈ ત્યાં આવી પહોંચતા આરોપીનું નામ પુંછતા પોતાનું નામ કનૈયાલાલ  ધનજીભાઈ અલઘણ, (રહે. ઉગામેડી ગામ, તા.ગઢડા વાળા) હોવાનું જણાવેલ. આમ આરોપીએ સગીર બાળકનું અપહરણ કરી, ખંડણી માંગતા તેને પકડવા જતા ફરીયાદી ઉપર જીવલેણ હુમલો કરી મારી નાંખવાની કોશીષ કરેલ હોય, જે મુજબની ફરીયાદ ફરીયાદી પોલીસ ઈન્સપેક્ટરશ્રી એન.કે.વ્યાસ દ્વારા નોંધાવવામાં આવેલ હતી.
ઉપરોક્ત ફરીયાદ નોંધાય ગયા બાદ આરોપીને પણ હાયરીંગની ગંભીર ઈષ્ટ થયેલ હોવાથી ઘણા સમય સુધી બોટાદ અને ભાવનગર સ્ટર્લિંગ હોસ્પીટલમાં એડમીટ કરવામાં આવેલ હતા અને આ હોસ્પીટલમાંથી આરોપીનો કબ્જો લઈ આ ગુનામાં અટક કરવામાં આવેલ હતા. પોલીસ દ્વારા તપાસ પૂર્ણ થયા બાદ આરોપી સામે ચાર્જશીટ રજૂ કરવામાં આવેલ. જે ચાર્જશીટમાં ભારતીય દંક સંહિતાની કલમ-૩૦૭, ફરીયાદીનું મૃત્યુ નીપજાવવા માટે હુમલા માટે, કલમ- ૩૬૪(એ), ખંડણી માંગવાના ઈરાદે અપહરણ કરવા માટે, કલમ-૩૩૩, રાજ્ય સેવા તરીકે પોલીસની કરજમાં રૂકાવટ કરી ગંભીર ઈજ કરેલ હોવા માટે અને
ગુનો દાખલ થયાના પહેલા જે અપહરણની ફરીયાદ બોટાદ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ હતી જે ફરીયાદના કામે પણ આરોપી કનૈયાલાલ તેમજ અન્ય આરોપીઓને અટક કરી તેમની સામેનું ચાર્જસીટ અલગથી કરવામાં આવેલ હતું જે કેસ હાલ નામદાર સેશન્સ કોર્ટમાં પેન્ડીંગ છે.
હાલનો કેસ નામદાર સેશન્સ કોર્ટમાં ચાલવા માટે આવતા ફરીયાદ પા દ્વારા કુલ ૫૯ થી વધુ દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામાં આવેલ હતા તથા કુલ ૧૯ સાહેદોને તપાસવામાં આવેલ હતા. જે સાહેદોમાં ઈજા પામનાર પોલીસ ઈન્સપેક્ટર એન. કે. વ્યાસ તથા તેમની સારવાર કરનાર ડોકટર, તેમની સાથે રહેલા સહપોલીસ કર્મચારી, અપહરણ થયેલ બાળકના મોટાબાપુ રાજેશભાઈ મોરી, અન્ય લાગતા વળગતા સાહેદો તેમજ અંતમાં સમગ્ર ગુનાની તપાસ કરનાર પોલીસ અધિકારીને તપાસવામાં આવેલ હતા.
આ કેસમાં તમામ સાહેદોની જુબાની લેવાય જતા આરોપીનો વિશેષ જવાબ લેવામાં આવેલ હતો અને મુળ ફરીયાદપક્ષે તથા આરોપીપક્ષે વિગતવારની દલીલો કરવામાં આવેલ હતી.
બચાવપક્ષ દ્વારા મુખ્યત્વે દલીલ કરવામાં આવેલ હતી કે સમગ્ર પુરાવાનુ એક સાથે પુનઃમુલ્યાંકન કરવામાં આવે તો ફરીયાદી ઈજા પામનારનો પુરાવો સત્યથી પર જણાવેલ છે અને ફરીયાદીના પુરાવામાં મહત્વની હકિકતી ભાબતે વિરોધાભાસ હોવાનું ફલીત થાય છે. વધુમાં બચાવપક્ષ દ્વારા દલીલ કરવામાં આવેલ હતી કે ફરીયાદી ઈજા પામનારને આરોપીએ છરી વડે ઈજા પહોંચાડેલ હોય તેવી હકિક્ત શંકાસ્પદ જણાઈ આવે છે, ફરીયાદી ઈજા પામનારના સારવાર અંગે પણા મહત્વના વિરોધાભાષો ઉદ્દભવે છે કારણ કે જે બનાવ સ્થળ છે. તે બનાવ સ્થળથી નજીક બોટાદ મોટું શહેર હોવા છતા ઈજા પામનાર બોટાદ મુકામે સારવાર લીધેલ નથી અને આ ફરીયાદી અગાઉ ફરજ બજાવતા પાળીયાદ મુકામે જઈને સૌપ્રથમ સારવાર લીધેલ છે જે હકિકત જ શંકા ઉભી કરે છે.

વધુમાં દલીલ કરવામાં આવેલ હતી કે ઉલ્ટાનું આરોપીને જે ઈજાઓ થયેલ છે તે ગંભીર હોવાનું જણાઈ આવે છે જેથી આરોપીએ ફરીયાદીની ફરજમાં રૂકાવટ કરેલ હોય તેવી કોઈ હકિકત રેકર્ડ પર જણાય આવતી નથી. સાથે દલીલમાં જણાવેલ હતું કે ખંડણી સબની સુટકેશ બેગ બનાવની જગ્યાએથી મળી આવેલ નથી તેમજ સરકેશ એગ ની સમા હાિન ઘણા દિવસો પાછી પાળથી ઉભી
વધુમાં દલીલ કરવામાં આવેલ હતી કે જે તે જગ્યાએથી કોઈ બાળક પણ મળી આવેલ નથી અને જે છરી આરોપીની હોવાનું પોલીસ કહે છે તે છરી ઉપર તેમજ બનાવની જગ્યા ઉપર ઈજા પામનાર ફરીયાદીનું કોઈ લોહી મળી આવેલ નથી. ડોક્ટરશ્રીઓના પુરાવાથી ફરીયાદી ઈજા પામનાર ઈજા સબની હકિક્તને સમર્થન પ્રાપ્ત થતુ નથી અને કોક્ટરશ્રીનો પુરાવો શંકાથી ૫૨ માનવામાં આવેલ નથી તેમજ તપાસનીશ અધિકારીઓના પુરાવામા પણ મહત્વની હકિકત ભાબતે વિરોધાભાસ હોવાનુ રેકર્ડ ઉપર આવેલ છે.
અંતમાં બચાવપક્ષ દ્વારા એવી દલીલ કરવામાં આવેલ હતી કે આરોપી વિરૂધ્ધ કરીયાદપક્ષ પોતાનો કેસ સાબીત કરવામાં નિષ્ફળ નિવડેલ હોય આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા કોર્ટ સમક્ષ વિનંતી કરવામાં આવેલ હતી..
સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ પૂરાવો, સાહેદોની કોર્ટ સમલની જુબાનીઓ તેમજ બંને પક્ષોની દલીલોને ધ્યાને લઈ, જિલ્લા સત્ર ન્યાયાધીશ નામદારથી એચ.આર.રાવલ સાહેબની કોર્ટે જણાવ્યું હતું કે સમગ્ર પુરાવો જોતા ફરીયાદ પક્ષ આરોપી વિરૂધ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ-૩૦૭, ૩૩૩, ૩૬૪(એ) તથા જી.પી.એકટની કલમ-૧૩૫ તથા આર્મ્સ એકટની કલમ-૨૫ (૧-બી)એ, કલમ-૨૭ મુજબનો આરોપી કોઈ ગુનો આચરેલ હોય તેવું નિર્દેશક રીતે પુરવાર કરવામાં ફરીયાદ પક્ષ નિષ્ફળ નીવડેલ છે. અંતમાં નામદાર કોર્ટે આરોપી કનૈયાલાલ ધનજીભાઈ અણપલને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ હતો.
આ કામના આરોપી કનૈયાલા ધનજીભાઈ અણઘણ તરફે એડવોકેટ તરીકે અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટ્સનાં અંશ ભારદ્રાજ, ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, રાકેશ ભટ્ટ, કમલેશ ઉઘરેજા, તારક સાવંત, શ્રેયશ ચુકલ, ચેતન પુરોહીત, વિગેરે રોકાયેલ હતા

 

(8:41 PM IST)