તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th January 2025
મુંબઈ ના ઓશવાળ મહાજન દવારા જામનગરની કોર્ટમા રાજઘરાનાની મીલક્ત અન્વયે કરવામાં આવેલ દાવો મંજુર કરતી કોર્ટ : વાદગ્રસ્ત મિલકતની દાદ મંજૂર કરેલી નથી પરંતુ કરારની ચૂકવેલી રકમ પરત આપેલી છે
જામનગરની પ્રખ્યાત રાજઘરાના ની મીલકત જામપેલેસ ” વાળી જગ્યાને લગત સીટી સર્વે નં. એફ જી ૪ વાળી જગયા સ.નં. ૧૮૧ કુલ ચોકુ. ૨૫૨૭૨ પૈકી ની ૭૫% જગ્યા જામનગર ના જામસાહેબશ્રી શત્રુશલ્યસીંહજી દિગ્વીજયસીંહ જાડેજા દવારા દક્ષાકુમારીબા વાળા ને બક્ષીસ આપવામાં આવેલ તે મુદ્દે ચુકાદો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૯ : જામનગર મા સાત રસ્તા પાસે આવેલ પ્રખ્યાત રાજઘરાના ની મીલકત જેવી કે, જામપેલેસ ” વાળી જગ્યાને લગત સીટી સર્વે નં. એફ જી ૪ વાળી જગયા સ.નં. ૧૮૧ કુલ ચોકુ. ૨૫૨૭૨ પૈકી ની ૭૫% જગ્યાજે જામનગર ના જામસાહેબશ્રી શત્રુશલ્યસીંહજી દિગ્વીજયસીંહ જાડેજા દવારા દક્ષાકુમારીબા વાળા ને બક્ષીસ આપવામાં આવેલ અને તે દરજજે દક્ષાકુમારીબા વાળા એ આ મીલકત મુંબઈ ના ઓશવાળ મહાજન પરિવાર ને આપવાનો વેચાણ કરાર કબુલ રાખેલ અને ત્યારબાદ આ મિલકત અંગે દસ્તાવેજ ન કરી આપવામાં આવતા મુંબઈ ના ઓશવાળ મહાજનો દવારા દક્ષાકુમારીબા મુળરાજસીંહ વાળા સામે કગર પાલન અન્વયે દાવો કરવામાં આવેલ અને તે દાવો મંજુર કરતી જામનગર ની અદાલત.
આ કેસ ની હકીકત એવી છે કે, જામનગર મા પ્રખ્યાત* જામપેલેસ” તરીકે ઓળખાતી જગ્યા ને લગત સાતરસ્તા કમ્પાઉન્ડ ને લગત આવેલ જગ્યા જેનુ ક્ષેત્રફળ ૨૫૨૭૨ ચો.કુ. છે તે બંગ્લો જે બંગલા મા વરંડા, ડ્રોઈંગ રૂમ, ડાઈનીંગ રૂમ, ૩ બેડરૂમ તેમજ બે સ્ટોર રૂમ તથા કીચન, બાથરૂમ વિગેરે તેમજ કમ્પાઉન્ડ મા એક આઉટ હાઉસ પણ આવેલ છે જેને જગયા નો દરવાજો ચાલ નો દક્ષીણ બાજુ આવેલ હતો અને સાત રસ્તા સર્કલ પાસેથી જેની ચાલ છે જે જગ્યા જામનગર ના જામસાહેબ શ્રી શત્રુશલ્યસીહજી દિગ્વીજયસીંહજી જાડેજા ની માલીકી ની હતી તે જગ્યા તા. ૩૦/૦૩/૭૨ ના રોજ જામનગર ના જામસાહેબ શ્રી શત્રુશલ્યસીંહજી દિગ્વીજયસીંહજી જાડેજા દવારા દક્ષાકુમારીબા મુળરાજસીહ વાળા ને બક્ષીસ થી આપવામા આવેલ. જે જગ્યા નો દક્ષાકુમારીબા મુળરાજસીહ વાળા એ સને ૧૯૯૨ મા રજીસ્ટર વેચાણ કરાર ૧) મણીલાલ કાલીદાસ, ૨) અમૃનલાલ સામત, ૩) અમૃતલાલ સોજપાલ, ૪) કીશોર હરીદાસ, ૫) મહેન્દ્ર જગજીવન, ૬) વીનોદ લટમીદાસ, ૭) યગ્નાબેન શાંતીલાલ જોગ કરી આપેલ અને રૂા.૩૦,૫૭,૯૧૨/- નો અવેજ નકકી કરી આ કરાર કરી અને લેનારાઓ પાસેથી દક્ષાકુમારીબા વાળા એ અવેજ ની રકમ સ્વીકારેલ હતી.
ત્યારબાદ તા.૦૯/૦૭/૯૬ ના રોજ મુંબઈ ના રહેવાસી એવા પ્રેમચંદ ઈસરાજ હરિયા, રમશેચંદ્ર હંસરાજ હરીયા અને પ્રેમલતા હરીલાલ દોડીયા જોગ રજીસ્ટર કરાર થી મુળ દક્ષાકુમારીબા વાળા પાસેથી જગ્યા ખરીદનારાઓ પૈકી અમુક સહમાલીકો એ પોતાનો ૭૫૬ કરાર મુજબ નો સહ માલીક તરીકે નો હીસ્સો રજીસ્ટર વેચાણ કગર થી ઉપરોક્ત ઓશવાળ મહાજન વ્યક્તિઓ ને કરી આપેલ હતો અને તે કરાર ના કન્ફર્મેશન અન્વયે દલાકુમારીબા વાળા એ પણ પહોંચ કરી આપી અને ચેક દવાશ અવેજ ની રકમો રવીકારેલ હતી.
આમ મજકુર તા.૦૯/૦૭/૯૬ ના રજીસ્ટર વેચાણ કરાર અન્વયે ખરીદનાર ઓશવાળ મહાજનો દવારા અવાર નવાર રજીસ્ટર દસ્તાવેજ કરી આપવા માટે માલીક દક્ષાકુમારીબા વાળા ને જણાવવા છતા કાર કરનાર જોગ રજીસ્ટર વેચાણ દસ્તાવેજ માલીક દવારા કરી આપવામાં ન આવતા ઓશવાળ મહાજન વ્યક્તિઓ દવારા પોતાના વકીલ મારફત કાયદા મુજબ ની નોટીસ પણ આપવામા આવેલ અને આ નોટીસ અન્વયે દક્ષાકુમારીબા વાળા ને દસ્તાવેજ કરી આપવા જણાવેલ હતું. તેમ છતા દસ્તાવેજ ન કરીઆપતા ઓશવાળ મહાજન વ્યકિતઓ પ્રેમચંદ હંસરાજ હરીયા, રમીશચંદ્ર હંસરાજ હરીયા તેમજ પ્રેમલતા હરીલાલ દોઢીયા દવારા જામનગર ની સીવીલ કોર્ટ મા કરાર ના વીશીષ્ટ પાલન અંગેનો દાવો દાખલ કરેલ હતો. અને તે દાવામા દક્ષાકુમારીબા મુળરાજસીહ વાળા, ચાલુ ઠાવે પક્ષકાર તરીકે જોડાયેલ જામસતાજી શત્રુશલ્યસીહજી દિગ્વીજયસીહજી જાડેજા ચાલુદાવે મણીલાલ કાલીદાસ ગુજરી જતા તેના વારસદારો તથા કીશોર હરીદાસ, મહેન્દ્ર જગ્ગવન, વીનોદકુમાર લક્ષમીદાસ, યગ્નાબેન શાંતીલાલ સામે સને ૨૦૦૩ મા દાખલ કરવામાં આવેલ જે દાવામા દક્ષાકુમારીબા વાળા તરફથી દાવા નો જવાબ આપવામાં આવેલ અને તેમાં દાવો કાયદેસર નો નથી, સમયમર્યાદા બહારનો છે. મુખત્યારને દાવો લાવવા કોઈ સતા નથી, મીલકત નુ યોગ્ય વર્ણન કે હદદીશા આપેલ નથી, વિગેરે તકરારો લેવામા આવેલ. મજકુર દાવા મા ચાલુ દાવા દરમ્યાન જામસતાજી રાત્રુશલ્યસીહજી દિગ્વીજયસીંહજી જાડેજા પણ પક્ષકાર તરીકે જોડાયેલ અને તેઓ દવારા પણ વાદીઓ નો દાવો ખરો નથી, વાદી પ્રતિવાદી મીલાપીપણા મા દાવો લઈ આવેલ છે અને દાવા વાળી મિલક્ત અન્વયે નામદાર કોર્ટ મા ચાલતા અન્ય કેસો બાબતે રજુઆત કરેલ. આમ બંન્ને પક્ષકારો દવારા અલગ અલગ પુરાવાઓ રજૂ કરવામા આવેલ અને વાદી પક્ષ દવારા પોતાના કેસ ના સમર્થન મા અલગ અલગ સાક્ષી તપાસવામા આવેલ જેમાં કાંતીલાલ ભીમશીભાઈ શાહ, વકીલશ્રી કેતનભાઈ પ્રવિણચંદ્ર દોઢીયા વિગેરે ની જુબાની લેવામા આવેલ અને પ્રતિવાદી પક્ષે તેઓની ઉલટ તપાસ પણ કરવામાં આવેલ, આમ લાંબી કાનુની લડત આ કેસ માં લડાયેલ અને ત્યારબાદ વાદી ના વકીલ શ્રી હેમલ એચ. ચોટાઈ દવારા રજૂઆત અને દલીલો ધ્યાને લઈ અને નામદાર ઉંચ્ચ અદાલતો ના ચુકાદાઓ ધ્યાને લઈ નામદાર કોર્ટે વાદી નો દાવો ખરો હોવાનુ માની વાદી નો દાવો મંજુર કરેલ છે. અને નામદાર કોર્ટે પ્રતિવાદી દક્ષાકુમારીબા વાળા દવારા કરી આપવામા આવેલ કરાર સંબંધે આપેલ બાહેધરી જેવી કે, ” જો કોઈપણ સંજોગો મા આ કરાર નું પાલન કરવામાં હું નિષ્ફળ જાવ કે પાલન કરાવી શકુ તો કરાર ભંગ ની નુકસાની વળતર તરીકે તમો મારા પાસેથી રૂા.૧૫,૦૦,૦૦૦/- વસુલ મેળવવા હકકદાર રહેશો તેમજ તમોએ મને જે રકમ અવેજ પેટે આપેલ તે તમામ રકમ વસુલ થતા સુધી દરવર્ષે ૧es ના ચક્રવૃધ્ધિ વ્યાજ સાથે પાછી આપવા બંધાયેલ છું." આમ ઉપરોકત કશર ની શરતો ધ્યાને લઈ નામદાર કોર્ટે રૂા.૨૨,૯૩,૪૩૪/- ની રકમ જે તારીખે દક્ષાકુમારીબા વાળા એ સ્વીકારેલ તે તારીખ થી વસુલ થતા સુધી ૧૮% ચક્રવૃધ્ધિ વ્યાજ સાથે ચુકવવા તેમજ દક્ષાકુમારીબા વાળા એ કરાર માં સ્વકારેલ ૧૫,૦૦,૦૦૦/- પૈકી ૭૫% ૨કમ રૂા.૧૧,૨૫,૦૦૦/- ૬૧ ના વ્યાજ સાથે વાદી ને ચુકવવા હુકમ કરવામા આવે છે અને વાદી ને થયેલ દાવા નો તમામ ખર્ચ દશાકુમારીબા વાળા એ ચુકવવો તેવો પણ હુકમ કરેલ છે. આમ જામનગર મા રાજઘરાના ની મીલક્ત અન્વયે થયેલ દાવા મા મુંબઈ ના ઓશવાળ મહાજન વ્યક્તિોઓનો દાવો નામદાર કોર્ટે મંજુર કરેલ છે. આ કામ મા મુંબઈ ના વાદીઓ ઓશવાળ મહાજન વતી જામનગર ના વકીલ હેમલ એચ. ચોટાઈ, વી. એચ.બક્ષી અને હીરેન એમ. ગઢકા રોકાયેલ છે.
વાદ ગ્રસ્ત મિલકતની દાદ મંજૂર કરેલી નથી પરંતુ કરારની ચૂકવેલી રકમ પરત આપેલી છે
(4:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
