તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th January 2025
સાચા આક્ષેપોથી મહેશગીરી ઘાંઘા થઇ ગયાઃ ગિરીશભાઇ કોટેચાનો જાહેર ચર્ચા માટે પડકાર
તનસુખગીરીના ચેલા તરીકે તમને સ્વીકાર્યા હોય તેવા દસ્તાવેજી પુરાવાઓ છે? ભુતનાથના પૂર્વ મહંતનું વસિયતનામુ કેમ જાહેર કરતા નથી?

ઉપરોકત તરસ્વીરમં ગિરિશભાઇ કોટેચાના નિવાસસ્થાને પત્રકાર પરિષદ સંબોધતા જૂનાગઢના પુર્વ મેયર ગિરીશકોટેચા તથા શિવગીરીજી બાપુ નજરે પડે છે. (તસ્વીરઃ મુકેશ વાઘેલા- જૂનાગઢ)
(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૯: જૂનાગઢના ભુતનાથના મહંત મહેશગીરીજી સંબંધે રજૂઆતોના અનુસંધાને ગિરીશભાઇ કોટેચાએ જૂનાગઢ ખાતે પત્રકાર પરિષદ સંબોધીને અનેક સવાલો ઉઠાવ્યા હતા.
ગિરિશભાઇ કોટેચાએ વધુમાં જણાવ્યું છે કે તનસુખગીરીજી રાજકોટમાં ગોકુલ હોસ્પીટલમાં હતા ત્યારે જાણે પોતે તેનો ચેલા હોય તે રીતે અડધી રાત્રે હોસ્પીટલમાં જઈને વકિલ અને નોટરી સાથે જઈને સ્ટેમ્પ પેપર ઉપર અંગુઠાના નિશાન લીધેલા તે વસ્તુ સાબીત કરવાની જરૂર નથી પરંતુ તે મહેશગીરીજી ની જાહેરમાં કબુલાત છે સોસીયલ મીડિયામાં આવી ગયેલ છે અને પોતે બહુ મોટુ પરાક્રમ કરેલ હોય તે રીતે બળાસ મારીને જાહેરમાં પત્રકાર અને સોસીયલ મીડીયામાં કહેલ છે કે હા મે અંગુઠા મરાવેલા છે. જો મહેશગીરીજો સાચા હોય તો આજની તારીખ સુધી આ સ્ટેમ્પ પેપર વાળુ લખાણ કેમ રજુ કરેલ નથી અમો જાહેરમાં આહવાહન કરીએ છીએ કે સોસીયલ મીડીયામાં જે જણાવેલ હતુ તે રાત્રે દોઢ વાગ્યે તનસુખગીરી પાસે આઈ.સી.યુ.માં જે લખાણ કરેલ હતુ તે સ્ટેમ્પ પેપરનું લખાણ જાહેરમાં પ્રસિધ્ધ કરે અને જો પ્રસિધ્ધ કરવા માંગતા ન હોય તો તેનું કારણ બતાવે.
તનસુખગીરીજીના અંગુઠાના નિશાન કે લખાણ કરાવાયું ત્યારે તનસુખગીરીજીના વારસ હજાર હતા તેવુ જણાવેલ છે તો કોણ વારસ હતા અને તે ફોટોગ્રાફસ માં હાજર હતા કે કેમ ? અને તેને બોલાવ્યાનુ જણાવો છો તો મોબાઈલ થી બોલાવેલ હોય તો તેની કોલ ડીટેલ રજુ કરી શકો છો કે કેમ?
સોશ્યલ મડીયામાં આ બાબતે એક ફોટો આવેલો હતો અને તુરત જ ડીલીટ થઈ ગયેલો હતો તે ફોટોગ્રાફસ કોણે લીધેલો હતો. તે જણાવે અથવા લીધેલ ન હોય તો તે પ્રકારે જવાબ આપે.
રાત્રીના હોસ્પીટલમાં આ લખાણ માં અંગુઠો તનસુખગીરીજીનો લેવામાં આવેલ ત્યારે ડોકટર હાજર હતા તેવુ છે તો તે કયા ડોકટર હતા. તે જણાવે મહેશગીરીજીનું કહેવાનુ છે તો તે ક્યા ડોક્ટર હતા તે જણાવે.
ગોકુલ હોસ્પીટલના કોઈ કર્મચારી વૈઁવ દ્વારા એવો ખુલાસો થયેલો હતો કે પ્રાર્થના કરવા માટે આઈ.સી.યુ.માં મહેશગીરીજી અને અન્ય ગયેલા હતા. જયારે મહેશગીરીજી આ બાબત જણાવતા ન હતા. તો વાસ્તવીક હકિકત શું હતી તે મહેશગીરીજી જાહેર કરે.
જયારે ગોકુલ હોસ્પીટલમાં રાત્રીના મહેશગીરીજી અને બીજા લોકો ગયા ત્યારે કુલ કેટલા લોકો હતા તેમના પુરા નામ સરનામાં મહેગીરીજી જાહેર કરે. અને સ્ટેમ્પ પેપરનુ લખાણ તૈયાર હતુ કે પાછળ થી કરવામાં આવેલ હતુ તે પણ જાહેર કરે જો તૈયાર હતુ તો કોણે લખેલુ હતુ અને કયા ટાઈપ અથવા કોમ્યુટરમાં થયેલુ હતુ તે જાહેર કરે અને કયારે કઈ તારીખે અને કેટલા વાગ્યે સ્ટેમ્પ પેપરનુ લખાણ તૈયાર કરેલ હતુ તે પણ જાહેર કરે આ સ્ટેમ્પ કયા સ્ટેમ્પ વેન્ડર પાસે થી લીધેલા હતા અને કોણે લીધેલા હતા મહેશગીરીજી જાહેર કરે.
ગિરીશભાઇ કોટેચાએ જણાવ્યું છે કે તમો તનસુખગીરીજીના ચેલા તરીકે બતાવો છો તો તેનો શું આધાર છે ચેલા તરીકે તમોને સ્વીકાર્યા હોય તેવા કોઈ દસ્તાવેજી પુરાવાઓ તમારી પાસે છે તનસુખગીરી એ હયાતીમાં તમો તેમના ચેલા તરીકે અંબાજી થયા હોય કે અન્ય કોઈ ધાર્મીક ફંકસનમાં હાજરી આપી હોય કે જેમાં તમારો ઉલ્લેખ તનસુખગીરીના ચેલા તરીકે થયેલ હોય કે કયાંય જાહેરમાં તનસુખગીરી એ તમોને તેના ચેલા તરીકે બતાવેલ હોય તેવા દસ્તાવેજી પુરાવા વર્તમાન પત્રના કટીંગ ઓડીયો વિડીયો કલીપ છે હોય તો રજુ કરવા.
ભુતનાથ ટ્રસ્ટના મહંત વસંતગીરી ના તમો ચેલા હતા? હોય તો કઈ રીતે હતા તમો ભુતનાથના મહંત તરીકે ચત્રે કબજો લઈ લીધો તેનુ કારણ શું? ભુતનાથના મહંત તરીકે તમારી ચાદર વિધી થયેલી છે કે કેમ? થઈ હોય તો કઈ તારીખે કયા સમયે થઈ છે તે જણાવશો. ત્યારે કોણ કોણ સંતો હતા અખાડાના પ્રતિનીધી કોણ હતા તે જણાવશો. તેના ફોટોગ્રાફસ જાહેરમાં પ્રસિધ્ધ કરશો યાદર વિધી થઈ છે.
અમોએ એ અત્યારે પોતાનું રહેણાંકનું મકાન બનાવેલ છે તે જમીન પચાવી પાડેલ છે તેવા આક્ષેપો કરેલા છે તેનો ખુલાસો તે જ દિવસે પત્રકારો સામે અમોએ જણાવેલ હતુ કે જાહેર હરરાજી માંથી ચેરીટી કમિઁર રૂબરુ વધુમાં વધુ બોલી બોલીને લીધેલ હતુ. આથી જમીન પચાવવાનો કોઈ પ્રઁ નથી. અમોએ પત્રકારોને જાહેરમાં પુરાવા પણ આપેલા હતા અને ટ્રસ્ટના એક ટ્રસ્ટીને પણ હાજર રહી ખુલાસો કરેલ છે તો હવે મહેશગીરીજીને એવુ લાગે છે કે તેમણે કરેલ આ આક્ષેપ ખોટો હતો અને હજુ પણ મહેશગીરીજી આ આક્ષેપ સાચો માનતા હોય તો તેના પુરાવા રજુ કરે.
ગિરીશભાઇ કોટેચાએ વધુમાં જણાવ્યું છે કે હાટકેશ હોસ્પીટલને અને તેના ટ્રસ્ટીઓને એટલા હદ સુધી દબાવેલ હતુ કે સદરહુ ટ્રસ્ટ એ ભાડુતી મિલકત વેચાણ રાખવાનો ઠરાવ કરવાની ફરજ પડેલ અને જુનાગઢમાં કયાંય ભાવ ન હોય તેવા ભાવ તમોએ વેચાણના હાટકેશ હોસ્પીટલના આપેલા હતા અને તે પેટે તાત્કાલીક રૂા. ૨૧,૦૦,૦૦૦/ આર.ટી.જો.એસ. થી ભુતનાથ ટ્રસ્ટના ખાતામાં ટ્રાન્સફર કરાવેલા મિલકત વેચાણ માટે કોઈ પરવાનગી ચેરીટી કમિઁરશ્રીની તમોએ લીધેલી છે કે કેમ? લીધેલી હોય તો રજુ કરવી ટ્રસ્ટી મંડળમાં આ બાબતે કોઈ ઠરાવ કરેલ છે કે કેમ? અને કરેલ હોય તો રજુ કરવો.
૨૦૦૩ ની સાલમાં મહેશગીરીજી જુનાગઢ છોડી ગયા ત્યારે જે જે સંસ્થામાં ટ્રસ્ટી મહંત કે સંચાલક હતા. તે માથી રાજીનામુ આપ્યુ હતુ કે કેમ? ચેરીટી કમિઁર માં જાણ કરેલી હતી કે કેમ? જો રાજીનામુ લખેતીમાં આપેલુ હોય તો જણાવશો અને ન આપેલ હોય તો તેનુ કારણ જણાવશો.
શ્રી શ્રી રવીશંકર આર્ટ ઓફ લીવીગ ધ્વારા માં જે હોદા ઉપર તમો નિમાયેલા હોય તેનો નિમણુકનો પત્ર તમારી પાસે છે હોય તો રજુ કરવો.
શ્રી શ્રી રવીશંકર સાથે કઈ સાલ થી કયાં સુધી કામ કર્યું? પછી રાજીનામું આપ્યુ કે તમને ત્યાંથી દુર કર્યા તેનો કોઈ આધાર હોય તો રજુ કરવો. સોસીયલ મીડીયામાં ત્યાંથી તમોને હાકી કાઢેલ છે તેમ જણાવેલ છે તો તો બાબતે સ્પષ્ટતા કરવી.
તનસુખગીરી બાપુના અવસાન બાદ તમો તેના ચેલા હતા તેવો સોસીયલ મીડીયામાં પ્રચાર કરો છો તો તે સમયના કોઈ ફોટા, દસ્તાવેજો આધાર ચાદર વિધી કે અન્ય કોઈ દસ્તાવેજી પુરાવા હોય તો રજુ કરવા. હરીગીરીબાપુ નો જુદા જુદા કલેકટર વિગેરેને પૈસા આપ્યાનો પત્ર કલેકટર ઓફીસમાં ઈન્વર્ડ થયો છે તેની નકલ તમો આપી શકો તેમ છો જો હા તો આપવી. મધ્ય પ્રદેશના કોઈ ટ્રસ્ટની મોચી ધર્મશાળા નો કબજો તમારા ચેલા મુકતાનંદ ઉર્ફે ગુંડા સ્વામીએ કરી લીધેલ અને ત્યાર બાદ હવે તે ધર્મશાળાના ઉપર મુકતાનંદ ઉપર મુકતાનંદ ગુરૂ મહેશગીરીનું બોડ લગાડેલ છે તે અંગે તમારે શું કહેવાનું છે આનો કબજો અત્યારે તમારી પાસે છે? અને હોય તો કયા આધારે છે? આ ધર્મશાળા સાથે કાંઈ લેવા દેવા ન હોય તો તેમા મુકતાનંદ ગુરૂ મહેશગીરીનુ કેમ નામ લખેલ છે તે સ્પષ્ટતા કરવી. તેમ ગીરીશભાઇ કોટેચાએ જણાવ્યું છે.
ભવનાથ ક્ષેત્રમાં ઘણા જ મહંત સંચાલક કે ટ્રસ્ટીઓના અવસાન થાય છે ત્યારે સ્વાભાવીક ક્રમમાં નિમણુક થાય છે અને કોઈ વિવાદ થતો નથી પરંતુ તમો આવ્યા બાદ જ વિવાદ શરૂ થયો અને ગુસ્સામાં તમોએ વાણીનો વ્યભિચાર શરૂ કરી દિધેલો. તે બાબતે તમારી પાસે કોઈ ખુલાસો છે કે કેમ ? હોય તો રજુ કરવો. જે રીતે ટીવીમાં જો ટીવીમાં જે રીતે ઈન્ડીયા ટીવીમાં આપ કી અદાલત આવે છે તે રીતે એક પીંજરામાં તમો અને બીજા પીજરામાં ગીરીશ કોટેચા અને સામે રાજકોટ અને જુનાગઢના પત્રકારો આવે તે રીતે તમો તૈયાર છો જો તૈયાર હોય તો પત્રકારોને તારીખ સમય અને સ્થળ જણાવશો અને ભુતનાથ મંદિર સિવાય અને અન્ય કોઈ ની હાજરી વગર લાઈવ કરવા તૈયાર છો અને જો હા હોય તો તે રીતે જાહેર કરવુ. તમોએ ભુતનાથ મંદિરના મહંત તરીકે ચાર્જ લીધેલ ત્યારે શિષ્ય શીવગીરીને મારીને કાઢી મુકેલો અને એક ટ્રસ્ટીનુ બળજબરીથી રાજીનામુ લખાવી લીધેલ તે બાબતે તમારે શું કહેવાનુ છે. શીવગીરીએ રાજકોટની પ્રેસ કોન્ફરન્સમાં જે આક્ષેપો કરેલા છે તે બાબતે તમારો ખુલાસો શુ છે. હરીગીરીએ કહેવાતા પત્રમાં જેમની સામે લાંચના આક્ષેપો કરેલા હતા તે સાધુ સંતોને તમોએ કયારેથ પુછેલ છે કે આ પત્રમાં લખેલ હકિકત ખરી છે કે ?
મહેશગીરીજો જુદા જુદા સ્થળોએ પોતાના બોર્ડ અને હોલ્ડીંગ લગાડે છે તથા રાજકોટના પત્રકાર જગદીશભાઈ મહેતાને સમાજ માટે આહવાહન આપતા બોર્ડ જુનાગઢમાં લગાડેલા હતા તે માટેનો ખર્ચ ટ્રસ્ટે ઉધારેલ છે કે મહંત તરીકે મહેશગીરીજીએ ભોગવેલ છે તે સ્પષ્ટતા કરે?
ભુતનાથ ટ્રસ્ટનુ ખાતુ કઈ કઈ બેંકમાં છે અને હાલ કેટલી સીલક છે અને ફિકસ ડિપોઝીટ કે અન્ય રોકાણો હોય તો તે જાહેર કરે ભુતનાથના ભાડુતોને કાઢવા માટે કાનુની પ્રક્રિયા કરેલી છે તો તેનો કોઈ ઠરાવ ટ્રસ્ટી મંડળે કરેલો છે કે કેમ? અને કરેલો હોય તો તેની નકલ રજુ કરવી.
મહેશગીરીજીનું પોતાના અંગત નામે કોઈ રાષ્ટ્રીયકૃત બેંકમાં કે અન્ય બેંકમાં ખાતુ હોય તો તે વિગતો જાહેર કરવી. તેમના નામે અન્ય મિલકતો કોઈ હોય તો તે સ્થાવર જંગમ મિલકતની વિગતો મહેશગીરીજી એ જાહેર કરવી.
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
