<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th January 2025

જામજોધપુરના પૂ. જલારામબાપા મંદિરે શ્રી રામ કથામાં સિયારામ વિવાહ : રાજકોટ સ્વામિનારાયણ મંદિરના શાસ્ત્રી પૂ.રાધારમણદાસજીસ્વામી , પોરબંદરના પૂ.ભાનુસ્વામી , ઘુનડાના પૂ.જેન્તીરામબાપાની ઉપસ્થિતિ

જામજોધપુર::જામજોધપુરમાં પૂ.જલારામબાપા મંદિરે  શ્રી રામકથાનું ૪ જાન્યુઆરી થી ૧૨ જાન્યુઆરી સુધી ભવ્ય દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંતોની પાવન ઉપસ્થિતિ રહી હતી જેમાં રાજકોટ સ્વામિનારાયણ મુખ્ય મંદિરના મહંત શાસ્ત્રી પૂ.રાધારમણદાસજી સ્વામી , પોરબંદરથી પૂ.ભાનુસ્વામી , જામજોધપુર સ્વામિનારાયણ મંદિરના કોઠારી પૂ.જગતપ્રકાશદાસજી સ્વામી તથા ઘુનડા સત પુરણ ધામ આશ્રમના પૂ.જેન્તીરામબાપાની આ કથામાં પાવન ઉપસ્થિતિ રહી હતી. આ રામ કથામાં સિયારામ વિવાહ યોજાયા હતા , આ પ્રસંગે બહોળી સંખ્યામાં ભકતો ઉપસ્થિત રહ્યા હતા.જે ઉપરોક્ત તસવીરોમાં નજરે પડે છે.

(તસ્વીર-અહેવાલ:દર્શન મકવાણા-જામજોધપુર)

(1:00 PM IST)