તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th January 2025
ધોરાજીના વ્યાજખોરે વ્યાજે આપેલ પ હજારના ૩.પ૦ લાખ માંગ્યા : પડોશીની પોલીસમાં ફરીયાદ
અગાઉ ધોરાજી અને હાલ રાજકોટ રહેતા વૃધ્ધ અમરશીભાઇ વાઘેલાએ ધોરાજીના વ્યાજખોર દિનેશ ડાભી સામે પોલીસમાં ફરીયાદ કરી

રાજકોટ, તા., ૯: ધોરાજીના વ્યાજખોરે પડોશીને વ્યાજે આપેલ પ હજારના વ્યાજ અને મુદલ સહિત ૩.પ૦ લાખની પઠાણી ઉઘરાણી કરતા પોલીસમાં ફરીયાદ થઇ છે.
પ્રાપ્ત વિગતો મુજબ અમરશીભાઇ સોમાભાઇ વાઘેલા (ઉ.વ.૭૦) રે. માર્કેટ યાર્ડ બાજુમાં માલધારી સોસાયટી-રાજકોટએ દિનેશ વલ્લભભાઇ ડાભી રે. ધોરાજી ફરેણી રોડ સામે ધોરાજી સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદી અગાઉ ર૦૧૩ ના વર્ષમાં ધોરાજીમાં રહેતા હતા અને પુત્રના લગ્ન કરવાના હોવાથી બાજુમાં રહેતા દિનેશ ડાભી પાસેથી માસીક ૧૦ ટકાના વ્યાજે પ હજાર રૂપીયા લીધા હતા. ફરીયાદીએ આરોપીને કટકે કટકે અને મુદલના રૂપીયા આપી દીધા હોવા છતા આરોપીએ આજદિન સુધીના વ્યાજ અને મુદલ મળી રૂા. ૩,પ૦,૦૦૦ની પઠાણી ઉઘરાણી કરી હતી.
આ ફરીયાદ અન્વયે ધોરાજી પોલીસે વ્યાજખોર દિનેશ ડાભી સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
(2:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
