તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th January 2025
સિંગાપુર જવાના વિઝા કઢાવ્યા આપવાના વિશ્વાસમાં લઈ ૫.૫૨ લાખનો ધુંબો
કેશોદના મહિલાની અમદાવાદની મહિલા, શખ્સ સામે વિશ્વાસઘાતની ફરિયાદ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા.૯: કેશોદને એક મહિલાને સિંગાપુર જવાના વિઝા કઢાવવા જતા રૂપિયા ૫.૫૨ લાખ ગુમાવવાનો વારો આવ્યો હતો.
કેશોદમાં ડીપી રોડ પર આવેલ આશ્રેય રેસીડેન્સી કૈલાસધામ બ્લોક નંબર ૨૦૨માં રહેતા ૩૧ વર્ષીય સુરભીબેન રાજેશભાઈ સીનોજીયાને જૂન ૨૦૨૪ માં સિંગાપુરમાં જોબ માટે જવાનું હતું જેથી વિઝા કઢાવવા માટે અમદાવાદ રહેતા, ભત્રીજા યશ સીનોજીયા મારફત અમદાવાદના રિતિકાબેન ચંદ્રકાંત સૂર્યવંશીનો સંપર્ક થયો હતો. તેની સાથે ફોનથી વાત કરતા તેમણે મારો ફિયાંશી ઋત્વિક રમેશભાઈ પટેલ વિઝા કઢાવવાનું કામ કરતો હોવાનું જણાવી તમે રૂબરૂ અમદાવાદ આવી જાવ અમે તમારા વિઝા કઢાવી આપશો તેમ કહ્યું હતું. જેથી સુરભીબેન અમદાવાદ જઇ બંનેને રૂબરૂ મળ્યા હતા અને રૂપિયા ૪.૯૦ લાખમાં સિંગાપુરના વર્ક વિઝા કઢાવવાનું નક્કી કર્યું હતું. જેમાં એક લાખનું પેમેન્ટ પહેલા કરવાનું અને બાકીનું વિઝા મળ્યા પછી તેમ નક્કી થયું હતું. ગત તા. ૨૮ સપ્ટેમ્બરના રોજ રૂપિયા એક લાખનું ઓનલાઈન પેમેન્ટ કર્યું હતું. ઋત્વિક પટેલને મહિલા તથા તેના પતિએ ૨૮ સપ્ટેમ્બરથી ૨૫ ઓક્ટોબર સુધીમાં વિઝા કઢાવવા માટે રૂપિયા ૫.૫૨ લાખ ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ વિશ્વાસઘાત કરી ૨૭ ઓક્ટોબરના રોજ મહિલાને વિઝા આપી પાછળથી વિઝા અનવેલીડ કરી નાખ્યા હતા. અને બોન્ડ પણ આપ્યા ન હતા. મહિલાએ ૯ નવેમ્બરના રોજની સિંગાપુની ટિકિટ પણ બુક કરાવી લીધી હતી. પરંતુ વિઝા રદ થયાની જાણ થતાં ઋત્વિકને ફોન કરતા તેણે બે દિવસમાં વેલીડ કરી આપવાનું કહી અને બાદમાં ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. આમ રિતિકા સૂર્યવંશી અને ઋત્વિક પટેલે ફ્રોડ કર્યાની ફરિયાદ બુધવારે મહિલાએ નોંધાવતા કેશોદના પીએસઆઇ પી. આર. બાલાસરા તપાસ હાથ ધરી હતી
(2:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
