<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th January 2025

બમણાં નાણા કરી લેવાની લાલચમાં ૬૯ લાખની છેતરપીંડી સાયલાના પાંચ શખ્‍સો સામે ફરીયાદ

(ફઝલ ચૌહાણ દ્વારા)  વઢવાણ તા. ૯ :.. અમદાવાદ ખાતે રહેતા ઈવેન્‍ટ મેનેજરને મિત્ર થકી સાયલામાં રહેતા શખ્‍સ પૈસા ડબલ કરી આપતા હોવાની જાણ થઈ હતી. આથી પ્રથમ મુલાકાતમાં ઈવેન્‍ટ મેનેજરના રૂ. ૫૦ હજારના ૬૧ હજાર કરીને અપાતા તેઓને વિશ્વાસ સંપાદીત થયો હતો.

બાદમાં વધુ નાણાંની લાલચે મિત્રો પાસેથી ઉછીના પૈસા લઈને અપાયા હતા. જેમાં બદલામાં બોગસ નોટો મળી આવી હતી. બનાવમાં રૂ. ૬૯ લાખની છેતરપિંડીની ફરિયાદ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે નોંધાઈ હતી.

અમદાવાદના ખોખરા વિસ્‍તારમાં રહેતા પ્રભાકર રાજેન્‍દ્રભાઈ કનોજીયા ઈવેન્‍ટ મેનેજમેન્‍ટનો વ્‍યવસાય કરે છે. સાયલાના સીધસરમાં રહેતા અનીરૂધ્‍ધસીંહ શીવુભા ઝાલા એકના ડબલ રૂપિયા કરી આપતા હોવાની વાત મળતા તેઓ ૩૦-૧૨-૨૪ના રોજ સાયલા આવીને તેઓને મળ્‍યા હતા. અને રૂ. ૫૦ હજારના રૂ. ૬૧ હજાર કરીને અનીરૂધ્‍ધસીંહે પરત આપ્‍યા હતા. આ સમયે એક શખ્‍સ અનીરૂધ્‍ધસીંહના દીકરા તરીકેની ઓળખ આપીને સાથે હતો.

આથી પ્રભાકરભાઈને વિશ્વાસ બેઠો હતો. વધુ રૂપીયા ડબલ કરવા માટે અનીરૂધ્‍ધસીંહે ટોકન આપવાનું કહેતા ઙ્કભાકરભાઈએ રૂ. ૫લાખ આપતા સામે ૧ લાખ આપ્‍યા હતા. બાદમાં ઙ્કભાકરભાઈએ મિત્રો પાસેથી ઉછીના લઈને રૂ. ૬૫ લાખ આપ્‍યા હતા.

જેના બદલામાં રૂ. ૧.૪૦ કરોડ આપવા માટે તા. ૬-૧-૨૫ના રોજ ધ્રાંગધ્રાના બાવળી ગામ પાસે બોલાવાયા હતા. જેમાં ઙ્કભાકરભાઈએ પૈસા ભરેલો થેલો આપ્‍યો હતો. જયારે સામે કારમાં આવેલા બે શખ્‍સોએ રૂપિયા ભરેલા થેલા આપ્‍યા હતા. આ થેલા લઈ ઙ્કભાકરભાઈ કારમાં બેસી થોડે આગળ જઈ ચેક કરતા ૫૦૦ના કુપનવાળી ચીલ્‍ડ્રન બેંક ઓફ ઈન્‍ડીયાની નોટો નીકળી હતી.

બનાવની અનીરૂધ્‍ધસીંહ ઉપરાંત તેમના દિકરા તરીકે ઓળખ આપનાર અને અજાણ્‍યા ૩ શખ્‍સો સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.

 આ અંગે તપાસ અધિકારી પીઆઈ ડી.ડી.ચાવડાએ જણાવ્‍યુ કે, બનાવની ફરિયાદ નોંધાતા જ પોલીસે આરોપીના ગામ સીધ્‍ધસર તપાસ કરી હતી. જેમાં પિતા-પુત્ર બન્ને મળી આવ્‍યા ન હતા. જયારે મુખ્‍ય આરોપી અનીરૂધ્‍ધસીંહનું સાસરૂ કચ્‍છમાં હોવાની જાણ થતા તે તરફ પણ ટીમો રવાના કરાઈ છે.

રાજકોટના વેપારી સાથે પણ

 ૪૦ લાખની ઠગાઇ કરેલી

આ બનાવના મુખ્‍ય આરોપી અનીરૂધ્‍ધસીંહ ઝાલાએ વર્ષ ૨૦૨૩માં રાજકોટના વેપારી સાથે છેતરપિંડી આચરી હતી. જેમાં રૂપિયા ૪૦ લાખની સામે રૂપિયા ૨ હજારની ૫૦ લાખની ચીલ્‍ડ્રન બેંક ઓફ ઈન્‍ડીયાની નોટો પધરાવી દેવાઈ હતી. આ કેસની સાયલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં બાદમાં આરોપીની ગત તા. ૮-૪-૨૪ના રોજ ધરપકડ પણ થઈ હતી.

આ કેસમાં છેતરપિંડીનો ભોગ બનનાર અમદાવાદ શહેરના પ્રભાકર કનોજીયાએ પોતાના મિત્રો પાસેથી રૂપિયા લઈને અનીરૂધ્‍ધસીંહને આપ્‍યા હતા. જેમાં મિત્ર હેમંત મકવાણા પાસેથી રૂ. ૪૦ લાખ, સંજય ચૌધરી પાસેથી રૂ. ૧૦ લાખ, સોનુભાઈ અગ્રવાલ પાસેથી રૂ. ૧૦ લાખ, પ્રતીકભાઈ શાહ પાસેથી રૂ. ૫ લાખ લીધા હતા.

(10:23 AM IST)