તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 9th January 2025
કચ્છમાં કંડલા ફ્રી ટ્રેડ ઝોનમાં ચોરી કરનાર ગેંગ સામે નવી કલમ તળે સંગઠીત ગુના સિન્ડિકેટ હેઠળ ગુનો
૩ ઝડપાયા ૧ ફરાર : ચારેય આરોપીઓ સામે અનેક ગુનાઓ નોંધાયેલા હોઈ રીઢા ગુનેગાર

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૯ : કંડલા સ્પેશ્યલ ઈકોનોમી ઝોનમાંથી દોઢ લાખના રેડીમેડ કપડાં ચોરવાના કેસમાં પોલીસે ૪ આરોપીઓ સામે નવી કલમ સંગઠીત ગુના સિન્ડિકેટ તળે ગુનો નોંધી ૩ આરોપીઓ ને ઝડપી લીધા છે. ગાંધીધામ બી ડિવિઝન પીઆઇ એસ.વી. ગોજીયા અને સ્ટાફે આરોપીઓ ફરીદ ઉર્ફે પૈકો ઈબ્રાહીમ કટિયા, સાહિલ ઉર્ફે પી.એ. ફરીદ શેખ અને મહેબૂબ સુલેમાન મથડાને ઝડપી લીધા છે. ૪ થો આરોપી અલ્તાફ રમજાન કક્કલ ફરાર છે. ચારેય આરોપીઓ કીદાણા ગામના છે. પોલીસે તેમની પાસેથી ઝોનની કંપની સ્ટાર સાઇન માંથી ચોરેલ દોઢ લાખના રેડીમેડ વસ્ત્રો ઝડપ્યા છે. ચારેય આરોપીઓ સામે અનેક ગુના નોધાઈ ચૂક્યા છે.
(9:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
