<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th January 2025

કચ્છના હાજીપીર પાસે ટ્રકમાંથી પવનચક્કીનું મહાકાય પાંખડુ નીચે ખાબકતા ટ્રાફિક જામ

સદ્દભાગ્યે મોટો અકસ્માત ટળ્યો, જર્જરિત રસ્તે ડમ્પરો અને ટ્રેલરોની અવરજવરથી અકસ્માતો વધ્યા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૯ :  કચ્છના નખત્રાણા થી હાજીપીર ને જોડતો રસ્તો જર્જરિત હોઈ વારંવાર અકસ્માતો સર્જાય છે, અવરજવર કરતા વાહનચાલકો પરેશાન છે આ અંગે અનેકવાર રજૂઆતો કરાયા પછી પણ કોઈ કામગીરી થઈ નથી. એ વચ્ચે લુડબાય થી હાજીપીરના રસ્તામાં પવનચક્કીનું પાંખડુ નીચે પડી જતા ભારે ટ્રાફિક જામ થયો હતો. ૭ એસટી બસો સહિત સેંકડો વાહનો રસ્તાની બંને બાજુ કલાકો સુધી અટવાયા હતા. મહાકાય પાંખડુ પડ્યું ત્યારે સદ્દનસીબે કોઈ અકસ્માત સર્જાયો નહોતો. જોકે, જમ્બો પાંખડુ દૂર કરવા ક્રેન બોલાવવી પડી હતી અને કલાકો બાદ માંડ માંડ આ કામ પૂરું થયું હતું. હાજીપીર થી મીઠા ભરેલા ડમ્પરો ઉપરાંત પવનચક્કી અને સોલાર પેનલ લઈ જતા ભારેખમ વાહનોની અવરજવર વધી છે. રોડ રસ્તા ભંગાર હાલતમાં છે. હાજીપીર ની દરગાહે સલામ ભરવા દેશભરમાંથી લોકો આવતા હોઈ એમને પણ મુશ્કેલી પડે છે.

(9:30 AM IST)