<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

અમરેલી લેટરકાંડ: સિનિયર એડવોકેટ આનંદ યાજ્ઞિકે SIT મામલે આપ્યું મોટું નિવેદન: લગાવ્યા ગંભીર આરોપ

સિનિયર એડવોકેટ આનંદ યાજ્ઞિકે પોલીસ અધિક્ષક સામે આરોપ મૂક્યો: આરોપીઓને માર્યા ત્યારે પોલીસ અધિક્ષક માથે ઉભા હતા

અમરેલી લેટરકાંડ મામલે હાઇકોર્ટના સિનિયર એડવોકેટ આનંદ યાજ્ઞિકે પોલીસ અધિક્ષક સામે આરોપ મૂક્યો, આરોપીઓને માર્યા ત્યારે પોલીસ અધિક્ષક માથે ઉભા હતા.  પોલીસ અધિક્ષક સંજય ખરાટ સામે ગંભીર આરોપો મૂકતાં તેમણે કહ્યું કે,  પાયલ ગોટી સહિતના આરોપીઓને ઉભા રાખી મરજી વિરુદ્ધ ફોટા પડાવ્યા છે.  SIT ટીમના અધિકારીઓ જ સંડોવાયેલા, SIT  સ્વીકાર કરતી નથી. 

 હાઇકોર્ટના સિનિયર એડવોકેટ આનંદ યાજ્ઞિકે કહ્યું કે,  અમે રજૂઆત કરવા ગયા ત્યારે પણ પોલીસ ગોઠવી દેવામાં આવી.  પાયલ ગોટીના ઘરની બહાર પોલીસ બંદોબસ્ત મુકવામાં આવ્યો. અમરેલી પોલીસે હવે પાયલના ઘર બહાર પોલીસ ગોઠવી, હવે કેવું પોલીસ રક્ષણ આપવા માંગે છે ? અમારે પોલીસ રક્ષણની જરૂર નથી. ગામમાં અને ઘરની બહાર પોલીસ ગોઠવવામાં આવી હોવાથી મુશ્કેલી પડી રહી છે.  

સાયબર સેલ, SOG, DCB અને અમરેલી પોલીસના દરેક કર્મીઓ અને અધિકારીઓએ દીકરીને મારી છે અને મારનાર પોલીસ અધિકારીઓને રક્ષણ પૂરું પડતા હતા.  IG કક્ષાના અધિકારીને તપાસ સોંપવામાં આવે તેવી માંગ કરી હતી.  DGને આગામી દિવસોમાં અમે રૂબરૂ મળી રજૂઆત કરીશું અને પોલીસ ફરિયાદ કરીશું.  આવતા બે દિવસમાં અમે હાઇકોર્ટમાં સબસ્ટેન્સીસ પિટિશન દાખલ કરવા જઈ રહ્યા છીએ.  માનહાનિ થઈ હોવાથી તે પણ અરજી કરીશું. પોલીસ અધિક્ષક પોતે જ આમાં શંકમાં છે તો તેના જ SITના DYSP કક્ષાના અધિકારીની હાજરીમાં મેડિકલ ચેકઅપ કરાવવા માંગે છે. 

 


 

(8:32 PM IST)