તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th January 2025
મોરબી રામેશ્વર પાર્ટીપ્લોટમાં આવતીકાલથી શ્રી શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ.
કથા દરમિયાન શિવ પ્રાગટયોત્સ્વ, શંકર પાર્વતી વિવાહ અને ગણપતિ પ્રાગટ્યોત્સ્વ સહિતના પ્રસંગો ધામધૂમથી ઉજવાશે

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી શહેરને આંગણે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય હેતુ
નૂતન ગુરુકુળ સતધામ વિદ્યામંદિર મોરબી દ્વારા તા. ૦૯ થી ૧૫ જાન્યુઆરી
સુધી રામેશ્વર પાર્ટી પ્લોટ, ઘુનડા રોડ મોરબી ખાતે શ્રી શિવ મહાપુરાણ
કથાનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં તા. ૦૯ ને ગુરુવારે સાંજે પોથીયાત્રા બાદ રાત્રીના ૮ : ૩૦ કલાકે
કથા પ્રારંભ કરવામાં આવશે અને કથાની પુર્ણાહુતી તા. ૧૫ ને બુધવારે રાત્રે
૧૧ કલાકે કરાશે કથા દરમિયાન શિવ પ્રાગટયોત્સ્વ, શંકર પાર્વતી વિવાહ અને
ગણપતિ પ્રાગટ્યોત્સ્વ સહિતના પ્રસંગો ધામધૂમથી ઉજવાશે કથા સમય રાત્રે ૮ :
૩૦ થી ૧૧ સુધીનો રહેશે.
(6:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
