હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પોરબંદર જિલ્લામાં વેરા વસુલાતની ૧૦૦ ટકા કામગીરી કરનાર ૮ તલાટી-મંત્રીઓનું સન્માન

પોરબંદર, તા. ૮ : પોરબંદર જિલ્લા વિકાસ અધિકારી કે .બી. ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લામાં વેરા વસુલાતની ૧૦૦ ટકા કામગીરી કરનાર ૮ ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રીઆનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો.
જિલ્લા વિકાસ અધિકારીએ વેરા વસૂલાત કામગિરી અને ગામોમાં પ્લોટ વિહોણા લોકોની યાદી,ગૌચરની જમીનમાં દબાણ, મકાન વિહોણા લોકોની યાદી તેમજ ગામતળ વધારાની જરૂરિયાત સહિતની ઝીણવટભરી માહિતી મેળવી હતી તેમજ ગ્રામ્ય વિકાસ કામોની સ્થિતિ, વિકાસને લગતાં કાર્યો કરવાં માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.અને જિલ્લામાં વેરા વસુલાતની ૧૦૦ ટકા કામગીરી કરનાર ૮ ગ્રામ પંચાયત તલાટી મંત્રીશ્રીઓ પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યાં હતાં.
પોરબંદર જિલ્લામાં તા.૦૧ થી તા.૦૬ દરમિયાન ટુકડા, ગોસા, દેળોદર, ભેટકડી, ઇશ્વરીયા, બાવળાવાવ, સીમાણી, આશિયાપાટ અને ફરેર ગ્રામ પંચાયતનાં તલાટી કમ મંત્રીઓએ ૧૦૦ ટકા વેરા વસુલાતની કામગીરી કરવામાં આવી હતી.
આ પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારી પી.એલ.વાઘાણી, તાલુકા વિકાસ અધિકારી શ્રી જયેશ ઠક્કર,તાલુકા વિકાસ અધિકારી રાણાવાવ હિતેષભાઈ પરમાર સહિત સબંધિત વિભાગનાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
