તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd January 2025
વિંછીયાના થોરીયાળી ગામે ઘનશ્યામ રાજપરાની હત્યાનો મુખ્ય આરોપી શેખા સાંબડ પકડાયો
અગાઉ ૪ આરોપીની ધરપકડ કરાઇ'તીઃ મુખ્ય આરોપીને ચોટીલા પંથકમા઼થી દબોચી લેવાયોઃ ર આરોપીની શોધ

રાજકોટ તા. ૩ :.. વિંછીયાના થોરીયાળી ગામે કોળી યુવાનની હત્યાના મુખ્ય આરોપીને રૂરલ પોલીસે ચોટીલા પંથકમાંથી દબોચી લીધો હતો. અને અન્ય બે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ વિંછીયાના થોરીયાળી ગામના ઘનશ્યામભાઈ રાજપરાએ ગામના જ રબારી સમાજના લોકો સામે લેન્ડગ્રેબીનની અરજી કરી હતી તેનો ખાસ રાખી આરોપીએ ઘનશ્યામભાઈને મોતને ઘાટ ઉતારી દીધા હતા જે બનાવ બાદ વિછીયા મામલતદાર કચેરી ખાતે આરોપીની તાત્કાલિક ધરપકડ થાય અને બીજી માગણીઓ સબબ કોળી સમાજના લોકો ધારણા પર બેસી ગયા હતા.
ગઈકાલે દિવસ દરમિયાન કોળી સમાજના આગેવાનો દ્વારા આરોપીની તાત્કાલિક ધરપકડ કરવી, આરોપીએ સરકારી જગ્યામાં ખડકી દીધેલા મકાન દૂર કરવા જેવી તંત્ર પાસે માગણી કરી હતી દિવસ દરમિયાન સમજાવટ ચાલી હતી પરંતુ સાંજે કલેક્ટરે પરિવારજનોની અને સમાજના આગેવાનોની વ્યાજબી માંગણી પૂરી થશે તેવી ખાતરી આપતા સાંજે આ બનાવનો સુખદ અંત આવ્યો હતો અને છેલ્લા ચાર દિવસથી હત્યાનો ભોગ બનનાર ઘનશ્યામભાઈ રોજાસરાના મળતદેહને પરિવારજનોએ સ્વીકારી થોરીયાળી ગામે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા.
દરમિયાન હત્યાના મુખ્ય આરોપી શેખા ગભરૂભાઇ સાંબડને ઝડપી લેવા રૂરલ એલસીબી, રૂરલ એસઓજી તથા વિંછીયા પોલીસની અલગ અલગ ટીમો બનાવાઇ હતી. આરોપી શેખા ચોટીલા પંથકમાં હોવાની બાતમી મળતા તેને દબોચલી લેવાયો હતો.
વિંછીયાના પીએસઆઇ ઇન્દ્રજીતસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે, હત્યાના આ બનાવમાં અગાઉ ૪ આરોપીની ધરપકડ કરાઇ હતી. મુખ્ય આરોપીની ધરપકડ કરી રીમાન્ડની કાર્યવાહી કરાઇ છે. જયારે આ બનાવમાં હજુ ર આરોપીઓ નાસતા ફરતા હોય તેની શોધખોળ હાથ ધરાઇ છે.
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
