News of Thursday, 26th December 2024
ટીબીના ૧પ૮ દર્દીઓને દતક લેતા આરોગ્ય મંત્રી
વીસનગરમાં ઋષિકેશ પટેલ દ્વારા વિશેષ સેવા

રાજકોટ, તા., ર૬: આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલએ પોતાના મતક્ષેત્ર વીસનગર (મહેસાણા)ના ટીબીના ૧પ૮ દર્દીઓને દતક લીધા છે.
તેમણે જણાવ્યું છે કે જીવન અમુલ્ય છે. ચાલો સાથે મળીને ટીબીના ભયને દુર કરીએ. નિદાન, દવા અને પૌષ્ટીક આહાર જ ટીબી માટે ઉતમ ઉપાય છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના વર્ષ ર૦રપ સુધીમાં ટીબી મુકત ભારત કરવાના ધ્યેયને અનુલક્ષીને હુ઼ વિસનગર તાલુકાના ૧પ૮ ટીબીના દર્દીઓને દતક લઇ નિઃક્ષય મિત્ર બન્યો છું. મારી અરજ છે કે આવો આપણે સૌ સાથે મળી ટીબીના દર્દીઓને દતક લઇ આ ટીબી મુકત ભારત કરવાના મહાયજ્ઞમાં આપણું યોગદાન આપી શ્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વપ્નને સાકાર કરીએ.
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
