News of Thursday, 26th December 2024
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સિદસર હેલિપેડ ખાતે સ્વાગત : ગાર્ડ ઓફ ઓનર દ્વારા રાજયપાલશ્રીને ઉમળકાભેર આવકાર અપાયો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૬ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત જામજોધપુર તાલુકાના ઉમિયાધામ સિદસર ખાતે ઉજવાઈ રહેલા શ્રી ૧| શતાબ્દી મહોત્સવમાં સહભાગી થવા માટે જામનગર જિલ્લાના મહેમાન બન્યા હતા, ત્યારે ધારાસભ્ય દૂર્લભજીભાઈ દેથરિયા, જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય, તેમજ ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટના ચેતન કડીવાર, વિનુભાઈ મણવર, દિનેશભાઈ દેલવાડીયા વગેરે દ્વારા સિદસર હેલિપેડ ખાતે તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.સાથે સાથે કાર્યક્રમ સ્થળે જિલ્લા પોલીસ દ્વારા રાજયપાલનુ ગાર્ડ ઓફ ઓનર વડે અભિવાદન કરાયું હતું.
(2:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
