News of Thursday, 26th December 2024
પુજાવિધી પ્રધાન છે, જયારે સેવા સ્નેહપ્રધાન છેઃ પૂ.રમેશભાઇ ઓઝા
જેતપુરમાં હિરપરા પરિવાર આયોજીત શ્રીમદ ભાગવત સપ્તાહમાં આજે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશેઃ કાલે રાત્રીના માયાભાઇ આહિરે જમાવટ કરીઃ કાલે ‘‘પદ્મશ્રી'' ભીખુદાન ગઢવીનો લોકડાયરો

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.૨૬: શહેર હિરપરા પરીવાર દ્વાર પુ. ભાઈશ્રી રમેશભાઇના વ્યાસાસને ચાલી રહેલ શ્રીમદ્ ભાગવત કથાનું રસ પાન કરવા સુપ્રસિધ્ધ પરબધામના પુ.શ્રી કરશનદાસબાપુ. રૂદ્રેશ્વર જાગીર જુનાગઢના પુ. ઇન્દ્રભારતીબાપુ સહિતના સંતો મહંતો પધારી કથા શ્રવણનો લાભ લીધો હતો. તેમજ રાજકોટ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, જયેશભાઇ રાદડીયા, પ્રશાંતભાઈ કોરાટ (પ્રદેશ અધ્યક્ષ યુવા ભાજ૫) ગોવિંદભાઈ ધોળકીયા, રાકેશભાઇ ધોળકીયા, અજીતભાઇ જાગાણી, જીતેશભાઇ જાગાણી, રવજીભાઈ વસાણી,ભીખુભાઈ ગજેરા ઉકાભાઇ પટેલ, હંશરાજભાઇ ગજેરા, ઘનશ્યાભાઇ રાંક, હિરેનભાઇ ભટ્ટ (દિવ્ય ભાસ્કર) જશુમતીબેન કોરાટ, ચેતનાબેન રાદડીયા સહીતના આગેવાનો એ હાજરી આપી કથા શ્રવણ કરી હતી.
પુ. ભાઈશ્રી રમેશભાઇ ઓઝા એ ઠાકોરજીની સેવા વિશે કહેલ કે ઠાકોરજી બાળ સ્વરૂપ છે તેને લાડ લડાવવાના હોય. તમને આવડે તેવી સારી રસોઇ સીધ્ધ કરી ધરાવો. સારી રંગોળી પુરો. સુગંધી પુષ્પોની માળા પહેરાવો પણ બજારમાંથી તૈયાર લઇને નહી પરંતુ જાતે છોડ માંથી પુષ્પો ચુંટી તેની માળા સીધ્ધ કરીને ધરાવવી જોઇએ. પુજા અને સેવા માં ઘણો ફર્ક છે. પુજા વિધી પ્રધાન છે જયારે સેવા સ્નેહપ્રધાન છે.પુજામાં સોડસોપચારે વિધી કરી ભોગ ધરાવાય સેવામાં જાતે પ્રેમપુર્વક સીધ્ધ કરેલ સામગ્રી આરોગાવાય છે.પુજામાં શીતળ જળથી ભગવાનને સ્નાન કરાવાય પરંતુ સેવામાં ઠાકોરજીને હુંફાળા પાણીથી સ્નાન કરાવાય છે.
રાત્રીના દેશ -પરદેશમાં સુપ્રસિધ્ધ કલાકાર માયાભાઈ આહિરના ડાયરાનું આયોજન કરવામાં આવેલ હતુ. માયાભાઈએ પોતાની આગવી શૈલીમાં ઉપસ્થીત મહાજન મેદનીને પેટ પકડીને હસાવ્યા હતા. આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં આજે સાજે ભગવાન શ્રી કળષ્ણનો જન્મોત્સવ ભારે ધામધુમથી ઉજવાશેના છઠ્ઠા દિવસે એટલે કે આવતી કાલે તા. ૨૭ ના રોજ રાત્રીના પ્રખર લોકસાહીત્યકાર ‘પદ્મશ્રી' ભીખુદાનભાઈ ગઢવીના લોકડાયરાનું આયોજન કરવામાં આવેલ છે.
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
