<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th December 2024

સિદસર શ્રી સવા શતાબ્‍દી મહોત્‍સવનો બીજો દિ': રાજયપાલ ઉપસ્‍થિત

શ્રી સવા શતાબ્‍દી મહોત્‍સવ સિદસર પ્રથમ દિવસે લાખો ભાવિકોએ માં ના ચરણોમાં શીશ ઝુકાવ્‍યું: અનુભવથી જ આત્‍મવિશ્વાસ વધે છેઃ જય વસાવડાઃ હજારો દિવડાઓ સાથે મહાઆરતીનો દિવ્‍ય નઝારો જોવા મળ્‍યો

(અતુલ ચગ દ્વારા) પાનેલી મોટી તા.૨૬: જામજોધપુર તાલુકાના સીદસર મુકામે માં ઉમાધામ ખાતે ભવ્‍ય દિવ્‍ય પંચોત્‍સવ કાર્યક્રમનો મંગલ પ્રારંભ થતા પ્રથમ દિવસે લાખો ની સઁખ્‍યામા માનવ મહેરામણ ઉમટયું હતું આજે પ્રથમ દિવસે ભક્‍તોની લાંબી લાંબી કટારો માં ના દિવ્‍ય દર્શન માટે લાગી હતી. સમાજ શ્રેષ્ઠઓનું સન્‍માન સાથે પ્રસિદ્ધ વ્‍યાખ્‍યાતા જય વસાવડાનું વક્‍તવ્‍યમાં હજારો લોકો મંત્રમુગ્‍ધ બની વક્‍તવ્‍ય શ્રવણ કરતા જોવા મળ્‍યા હતા પોતાના વક્‍તવ્‍ય માં જય વસાવડા એ જણાવેલ કે ‘‘આત્‍મવિશ્વાસ વધારવા માટે અનુભવ જરૂરી છે આવડો મોટો મહોત્‍સવ નું આયોજન આ વડીલોએ કર્યું છે તે તેમના અનુભવને આધીન આત્‍મવિશ્વાસ કંડારીયો છે ત્‍યારે શકય બનેલ છે, જેમકે રોટલો તાવડી ઉપર ધીમે ધીમે પાકે ત્‍યારે મીઠો લાગે તેમ આ વડીલો એ અનેક સંઘર્ષ કરી પોતાની જાતને તપાવી છે ત્‍યારે આવા સુંદર આયોજન નું ફળ આપણે સર્વે જોઈ રહ્યા છી, જયારે આજના યુવાનો ને બધું સીધું જોઈ છે ડાઇરેક્‍ટ લિંક ઉપરથી ડાઉનલોડ કરીને મેળવી લેવું છે તેમાં તમારો આત્‍મવિશ્વાસ ના વધે'' જયવસાવડાના સુંદર વક્‍તવ્‍ય ને વડીલો એ વધાવી લીધું હતું.

આ સાથે વેણુ નદીના કાંઠે હજારોની સંખ્‍યામાં ભક્‍તોએ માં ની દિવ્‍ય મહાઆરતીનો લાભ લેતા વાતાવરણમાં આહલાદક નઝારો જોવા મળેલ સ્‍વર્ણિમ આરતી માં લોકો ભાવુક બની ઉઠ્‍યા હતા ભક્‍તોનું આટલુ મોટુ ઘોડાપુર છતાં સ્‍વયંસેવકો ની સતત દેખરેખ અને પ્રસાસનની સુંદર વ્‍યવસ્‍થાની દાદ દેવી ઘટે તેવું સુનિヘતિ આયોજન કરવામાં આવેલ છે હજારો યાત્રિકોએ એકસાથે માં નો પ્રસાદ ગ્રહણ કરી પોતાની જાતને ધન્‍ય બનાવી છે.

આજે રાજ્‍યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી વિશાળ કળષિ સંમેલન માં ઉપસ્‍થિત રહેનાર છે ત્‍યારે આયોજકોએ કળષિ સંમેલનને ભવ્‍ય બનાવવા કમર ક્‍સેલ છે

(11:54 AM IST)