<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th December 2024

સૌરાષ્‍ટ્રમાં વરસાદ નહીં પણ ઠંડી કહેર વર્તાવશે

૨૦૨૫ના આગમન ટાણેજ ઠેર-ઠેર શીત લહેર છવાશે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા.૨૬: સૌરાષ્‍ટ્રમાં કમોસમી માવઠુ થશે તેવો વ્‍યાપક અહેવાલોથી વિપરીત ‘સ્‍કાયમેટ' ખાનગી વેધર સંસ્‍થાના વાઇસ પ્રેસિડેન્‍ટ મહેશ પલાવતના એનાલીસીસમાં જણાવ્‍યું છે કે, ગુજરાતના દક્ષિણ વિસ્‍તારોમાં વરસાદી શકયતા ખરી પણ સોૈરાષ્‍ટ્ર શુષ્‍ક રહેશે અને આગામી ૨૭-૨૮ ડીસેમ્‍બરે નવું વેસ્‍ટર્ન ડીસ્‍ટર્બન્‍સ પસાર થશે. અને સારો એવો સ્‍નોફોલ વરસાવશે. જેના પરીણામે વર્ષ ૨૦૨૫ના આગમન પહેલા અથવા એ સમયે ગુજરાત તરફ ઉતરના ઠંડાગાર પવનો વહેતા થશે અને કહેર વરસાવતી ઠંડી લોકોને ધ્રુજાવશે. હાલની ઠંડી અને ધુમ્‍મસ બાદ શકય છે કે નવા ડબલ્‍યુ ડી ના આગમન સમયે પવનોની દિશા બદલશે. ઠંડી થોડી ઘટી હોય તેવી અનુભૂતિ જરૂર થશે. પણ છેતરામણી સાબિત થશે. ડબલ્‍યુ ડી પસાર થઇ આગળ વધતા જ ગુજરાતમાં શીત લહેરનો કહેર જમાવટ લઇ શકે છે

(2:02 PM IST)