તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th December 2024
તળાજાના કોસ્ટલ અને શેત્રુંજી નદીના કિનારે સાવજોના વિચરણને લઈ પેટ્રોલીંગ વધારવું જરૂરી
ગઈકાલે સાવજનું મળત્યુ થયું તે દરિયાના પાણીમા ડૂબી જવાથી! ફોરેસ્ટ

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૬: તળાજા પંથકમાં હાલ સાવજોની વસ્તી વધી રહી છે.તાલુકાના રાઉન્ડ વિસ્તારમાં હાલ કયાંક એક,બે કે ત્રણ સિંહ વિચરણ કરી રહ્યા છે.ત્યારે ગઈકાલે મીઠીવીરડી નજીક દરિયામાંથી મળી આવેલ મળતદેહ ને લઈ આજે પ્રાથમિક તારણમા દરિયાના પાણીમા ડૂબી જવાથી મોત થયું છે.
તળાજા પંથકમાં ના મેથળા મધુવન તરફ ત્રણ, ઉંચડી તરફ એક,પાદરી (ગો), ટીમાણા, ભારોલી સહિતના વિસ્તાર મળી આશરે દસેક સિંહ સિંહણ વિચરણ કરે છે.તેમાં અમુક વિસ્તારમાં એકલો સિંહ કે સિંહણ પણ લોકોને જોવા મળે છે.
આથી માત્ર ટ્રેકરો દ્વારા જ નહીં ફોરેસ્ટર સહિતના અધિકારી ગણ દ્વારા પેટ્રોલીંગ વધારી ને જતન અને રક્ષણ થાય તે જરૂરી છે.૪૮ કલાકમાં દીપડો અને સિંહ ના મોત ને લઈ જાણકાર વર્તુળોમાં ચર્ચા ઉઠી હતીકે પેટ્રોલીંગ ઓછું જોવા મળેછે.તેના કારણમાં સ્થાનિક લેવલે રહેવાની સુવિધા હોવા છતાંય બહાર રહે છે.
આ બાબતે ડી.સી.એફ પટેલ એ જણાવ્યું હતુ કે આ વિષયને લઈ મારી પાસે ફરિયાદ આવી નથી છતાંય કોઈ વ્યક્તિ ને ફરિયાદ હોય તો પર્સનલ રીતે પણ કરી શકે છે. તળાજા આર.એફ.ઓ ની યાદીમાં જણાવ્યું છેકે સિંહ ના પી.એમ મા હાલ પ્રાથમિક તારણ દરિયાના પાણીમાં ડૂબી જવાથી થયેલ છે.
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
